________________ (14) જયાનંદ કેવળ ચરિત્ર જેમ આકાશમાં ઉડાડી દીધી છે. પૂર્ણ ચંદ્રની જેવા મુખવાળી, કમળ સરખા નેત્રવાળી, સર્વ શુભ લક્ષણવાળી, સર્વ અંગે સુંદર, મનહર આકારવાળી, લાવણ્યરૂપી રસની કૂપિકા સમાન, રાજહંસ જેવી ગતિવાળી, બુદ્ધિમાન, કેયલ જેવા મધુર કંઠવાળી, ચેસઠ કળામાં નિપુણ, ધર્મના જ્ઞાનવાળી, ધર્મનું આચરણ કરનારી, પોતાના રૂપવડે રતિ પ્રીતિ અને લક્ષ્મીને પણ જીતનારી અને વિયાદિક ગુણોનાં સ્થાનરૂપ આ તમારી એટલે નરેંદ્રની પુત્રી કયાં અને દુર્ભાગી, કાષ્ઠના ભારાનાજ પરિગ્રહવાળે, સર્વ કુરૂપોની સીમા જે અને શારીરિક ખરાબ લક્ષણવાળામાં શિરોમણિ હું ભિલ કયાં ?" આવાં તે ભિલ્લનાં વચન સાંભળી સર્વ સભાજને પણ હાહારવ શબ્દ કરવા લાગ્યા. તે વખતે ખેદ પામેલા મંત્રીઓ પણ બોલ્યા કે-“હે સ્વામી! દુર્વિનીત હોય તે પણ પોતાના સંતાનપર અત્યંત કેપ કરે તમને ઘટિત નથી. આ તમારું અકાર્ય પરિણામે આપને હિતકારક નહીં થાય; કેમકે લેક અને ધર્મથી વિરૂદ્ધ કર્મ મોટાઓને પણ વિપત્તિ આપનાર થાય છે.” તે સાંભળી રાજા બે કે-“હે મંત્રીઓ ! આ બાબતમાં મારે જરા પણ દોષ નથી. આ જૈનધમી પુત્રી એની મેળે જ આ બિલને વરી છે. રાજાઓની એજ રીતિ હોય છે કે તેની કન્યાઓ સ્વયંવર વરે છે. ભાગ્યથી ઉત્પન્ન થયેલા આ કર્મમાં હું તો માત્ર સાક્ષીભૂત જ છું.” પછી રાજાએ ભિલ્લને કહ્યું કે “હે ભદ્ર ! મારૂં વચન અન્યથા થવાનું નથી, તેથી સર્વ કળામાં નિપુણ એવી આને અંગીકાર કરી ભાગ્ય પ્રમાણે સુખ ભેગવ.” પછી પુત્રીને પણ રાજાએ કહ્યું કે–પિતાને પંડિત માનનારી હે પુત્રી ! પિતાની અવજ્ઞા તથા કુળનાં આચાર અને વિનયના ઉલ્લંઘનથી ઉત્પન્ન થયેલા ફળને આ પિતે વરેલા બિલ્વપતિને અંગીકાર કરી ભગવજે અને આહંત ધર્મનું સાક્ષાત્ ફળ બતાવજે.” ત્યારે તે રાજપુત્રી બોલી કે-“હે પિતા ! આ કાર્યમાં લેશ પણ તમારે દોષ નથી, સુખ દુઃખને કર્તા કર્મ સિવાય બીજો કોઈ છે જ નહીં, તેથી હું પિતાની આજ્ઞા પાળીને કુળને ઉોત કરીશ. સતી સ્ત્રીઓ પિતાએ આપેલા કુત્સિત પતિને પણ દેવતુલ્ય માને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust