________________ ... આઠમો સગે. ' (217) તે સાંભળી રાજા અને સર્વે સભાસદ હર્ષ પામી તે કન્યાને, તેની સમસ્યા પૂર્તિને અને અધ્યાપકને વખાણવા લાગ્યા. તે વખતે બીજી કન્યા જરા હસી. તે જોઈ રાજાએ હસવાનું કારણ પૂછયું, ત્યારે “હે પિતા! કાંઈ નહીં” એમ તે બોલી. પિતાએ વધારે આગ્રહ કરી પૂછયું, ત્યારે તે ફરી બોલી કે “હે પિતા! આશ્ચર્ય છે કે નીતિશાસ્ત્રાદિકમાં નિપુણ અને બુદ્ધિવડે બૃહસ્પતિને પણ જીતનારા તમારી જેવા વિદ્વાન પણ મારી બહેને માત્ર ખુશામતથી જ આ રીતે સમશ્યા પૂરી તેમાં હર્ષ પામ્યા. તે પછી બીજું શું કહેવું? તત્ત્વને નહીં જાણનારા સભાસદોએ પણ પ્રશંસા કરી, તો આ તત્વને નહીં જાણનારા જગતમાં તત્ત્વજ્ઞાનીઓ શી રીતે રહેશે ? આવું અયોગ્યપણું જોઈ મને હસવું આવ્યું છે. તે સંભળી રાજાએ કહ્યું કે “તે હવે તું તત્વની વાણી વડે સમસ્યા પૂર્ણ કર.” આ પ્રમાણે પિતાના આદેશને પામીને હર્ષ પામેલી અને જેની અધ્યાપકથી પ્રાપ્ત થયેલા જેનધર્મમાં જ એકાંત બુદ્ધિવાળી તેણીએ આ પ્રમાણે પૂર્તિ કરી " जिणवर जसु हियडे वसे, जिणमुणि जिणतत्ताई। : તે પંડિચ ના ઉમયમવિ, વિવલ સુણસારું છે ?" જેના હૃદયમાં જિનવર દેવ, જૈન મુનિ અને નિંભાષિત તત્ત્વ વસે છે, તે પંડિતજન બને ભવમાં સેંકડે સુખ જુએ છે.” આ પ્રમાણે સાંભળી તેણીને અધ્યાપક તથા કેટલાક સભાસદે ચમત્કાર પામ્યા છતાં પણ રાજાના ભયથી મન રહ્યા. રાજાએ પૂછયું કે “હે સભાસદો! તત્ત્વથી આ સમશ્યા બે પુત્રીમાં કોણે પૂર્ણ કરી?” ત્યારે રાજાના ચિત્તને અનુસરીને તે સર્વે બોલ્યા કે “પહેલીએ બરાબર પૂરી.” આ પ્રમાણે પહેલીએ કહેલા અર્થમાં સભાની સંમતિ મેળવીને રાજા બોલ્યા કે-“હે કુત્સિત ભાષણ કરનારી! સભાવિરૂદ્ધ અને લેકવિરૂદ્ધ આવું વચન તું કેમ બોલે છે ?" તેણીએ જવાબ આપ્યું કે–મેં પહેલેથી જ કહ્યું છે કે તત્વથી વિપરીત બુદ્ધિવાળા આ સર્વ જને આ લોકને અર્થે માત્ર ખુશામત જે કરનારા છે.” તે સાંભળી પિતાની અવજ્ઞાથી અને ધર્મના 28 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust