________________ (ર૧૫) આઠમે સર્ગ. .. છે.” આવી તેણની વાણીથી છૂતની આહુતિવડે અગ્નિની જેમ રાજા ક્રોધવડે જાજ્વલ્યમાન થયું. પછી તેણીને તથા તેના વરને ભેજન કરાવી ત્રણ પહોરમાં અંધ થાય એવા વિષથી ભાવિત કરેલું તાંબૂલ તે પુત્રીને રાજાએ આપ્યું. અને ભિલ્લને કહ્યું કે તું આ તારી વહુ સહિત તારે સ્થાને જા.” આ પ્રમાણે રાજાની આજ્ઞા અંગીકાર કરી તે પોતાના સ્થાન તરફ ચાલ્યો. તેની પાછળ છાયાની જેમ રાજપુત્રી ચાલી. તે વખતે રાજાએ મોટે સ્વરે જાહેર કર્યું કે-“હે કો! જે કઈ આ બન્નેની સાથે જશે અથવા તેમને કાંઈપણ ધનાદિકની સહાય આપશે તેને હું ચોરની જેમ વધ કરીશ.” આ પ્રમાણે ક્રોધ પામેલા રાજાના ભયથી મંત્રીઓ વિગેરે સર્વ મન રહ્યા, સર્વ નગરવાસી લેક રાજાના આ અધમ કાર્યની છાની છાની નિંદા કરવા લાગ્યા, અને વિવિધ પ્રકારે દૈવાદિકને ઉપાલંભ આપવા લાગ્યા. હવે તે ભિલ રાજપુત્રી સહિત નગરબહાર જઈ એક દેવકુળમાં રહ્યો. ત્યાં તે સતી હર્ષથી તેના બે પગ પોતાના ઉત્સંગમાં રાખી કામદેવને પણ વિસ્મય ઉત્પન્ન થાય તેમ પોતાના કમળથી પણ અધિક કેમલ બે હાથવડે દાબવા લાગી. તે પ્રમાણે જોઈ રાજાના ભયથી દૂર ઉભા રહેલા સર્વ જને તેના સતીપણાની સ્તુતિ કરવા લાગ્યા અને અધમ રાજાની નિંદા કરવા લાગ્યા. અહીં આવ્યા પછી ભિલે તેણુને પૂછયું કે “હે ભદ્ર! દેવાંગના જેવી તને રાજાએ સર્વ પ્રકારે નીચ એવા મને કેમ આપી?” ત્યારે તે બોલી કે-“હે સ્વામી! તે હકીકત હું કહું છું તે તમે સાંભળોઃ એ વૃત્તાંત જરા લાંબો છે. આ પદ્ધપુર નગરમાં આ પદ્યરથ નામે રાજા રાજ્ય ભગવે છે. તે ન્યાય અને પ્રતાપ વિગેરે ગુણો વડે પ્રજાને સુખ આપનાર છે, તેપણ કુળક્રમથી આવેલા કૈલ (નાસ્તિક) ધર્મને તે કદાપિ તજતે નથી. ઉત્તમ ગુણવાળી તેની બે રાણીઓ નિરંતર તેના ચિત્તને આનંદ પમાડે છે. તેમાં પહેલી સાભાગ્યના ઘર સમાન પદ્મા નામની અને બીજી નિર્મળ આશયવાળી કમળા નામની છે. પહેલી પદ્દમા રાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust