________________ (218) જયાનંદ કેવળી ચરિત્ર. પક્ષપાતથી ક્રોધ પામેલા રાજાએ કહ્યું કે “હે પુત્રી! તું કોના પ્રસાદથી આવી સુખી છે?તે બોલી “હે પિતા! હું અને આ સમગ્ર જને પોતપોતાના કર્મના પ્રભાવથી જ સુખ દુઃખ પામીએ છીએ. જે કદાચ તમારા પ્રસાદથી સુખ થતું હોય, તે આપની પ્રજાના કેટલાક માણસે શા માટે દુઃખી થાય છે ? કેમકે આ તમારે પ્રસાદ તે સર્વને વિષે એક સરખે જ છે.” તે સાંભળી અધિક કપ પામેલો રાજ બોલ્યો કે-“જે આ પ્રમાણે કર્મનીજ સ્થિતિ છે. તે કહે કે તું કયા વરને વરીશ?” તે બેલી--“તમે જે આપશે તેને વરીશ.” રાજા બે -“હે અધમ પુત્રો! આ બાબતમાં શું હું સમર્થ છું?” તે બેલી–“ના, તમે પણ મારા કર્મના વશથી જ તેવો વર આપશે.” તે સાંભળી ક્રોધથી રાજા - ત્યે કે-“ત્યારે હમણું તે તું તારે સ્થાને જા. તારે લાયક વર મળશે ત્યારે હું તને વિવાહને માટે બોલાવીશ. તે વખતે તું આવજે.” તે સાંભળી વિનયવાળી તે બેલી કે-“તમારી આજ્ઞા મારે પ્રમાણ છે.” પછી રાજાએ તે બને કન્યાઓને રજા આપી, એટલે તેઓ પોતપોતાને સ્થાને જઈ યથાયોગ્ય ક્રીડા કરવા લાગી. રાજાએ સુભટોને આજ્ઞા આપી કે–“હે સેવકે ! મારા તમામ ગામનગરાદિકમાં ફરીફરીને જે માણસ અતિ દરિદ્રી, સર્વથી હલકે અને અત્યંત કુરૂપ હોય તેને અહીં લઈ આવે.” તે સાંભળી તેઓ તમને તે પ્રકારે લાવ્યા, અને મને વિજય સુંદરીને બોલાવી તમને આપી, તે સર્વ તમારા જાણવામાં જ છે.” આ પ્રમાણે તેણને વૃત્તાંત સાંભળી વિસ્મયાદિક રસથી વ્યાસ થયેલ તે ભિલ બે કે–“અહે! સારા અપત્ય ઉપર પણ પિતાને આવો ક્રોધ કેમ થતો હશે? અથવા તો ક્રૂર સ્વભાવવાળાકધમીએને શું ન કરવા ગ્ય છે? કાંઈ પણ ન કરવા ગ્ય નથી. જૈનધર્મ વિના વિશ્વને પવિત્ર કરનાર વિવેક ક્યાંથી હોય?” પછી તેણે વિચાર કર્યો કે “પ્રથમ આ સ્ત્રીની સ્નેહ અને શીલ સંબંધી દઢતા ઉં, ત્યારપછી તેના પર હું પ્રેમ કરીશ, કેમકે વિવેકીઓની એવી જ રીત હોય છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust