________________ . આઠમો સં (211) પુરમાં પમરથ નામનો રાજા છે. તે પ્રતાપ, લક્ષમી, રૂપ અને ઐશ્વર્યાદિક ગુણો વડે ઈદ્રને પણ જીતે એવો છે. સર્વ ઉજ્વળ ગુણવાળો છતાં પણ ચંદ્રની જેમ કર્મના વશથી તેનામાં નાસ્તિક ધર્મનું કલંક છે.” ઈત્યાદિક વૃત્તાંત તેમના મુખેથી સાંભળીને ઉચિત દાન આપી જયકુમારે તેમને વિદાય કર્યા. ત્યાર પછી તે પહ્મપુરમાં જવાની ઈચ્છાવાળા કુમારે પિતાની રતિસુંદરી પ્રિયાને કહ્યું કે –“હે પ્રિયા ! હું અમુક તીર્થને નમસ્કાર કરી પાછા આવું, ત્યાં સુધી કળાનો અભ્યાસ કરતી તું તારી માતા પાસે રહેજે, અને આઠ ગામથી ઉત્પન્ન થયેલા ધનવડે દાનાદિક ધર્મ કરજે.” તે સાંભળી રતિસુંદરી વિગને લીધે ખેદ પામી, પણ તે પતિવ્રતાએ પતિની આજ્ઞા માન્ય કરી. ત્યારપછી રાત્રીએ ગુપ્ત રીતે કુમાર પથંકપર આરૂઢ થઈ આકાશ માગે તત્કાળ તે પકૂટ ગિરિ ઉપર ગયે. ત્યાં કઈ ઠેકાણે પત્યેકને સંતાડી ભિલનું રૂપ ધારણ કરી લાકડાં એકઠાં કરી તેનો ભારે માથે લઈ પ્રાત:કાળે પદ્મપુરમાં પ્રવેશ કરી ચોટામાં જઈ દુર્દશાવાળા પુરૂષમાં અગ્રેસર જે થઈતે લાકડાને ભારે વેચવા ઉભો રહ્યો. તેવામાં ત્યાં આવેલા કેટલાક રાજપુરૂષએ તેને જોયો. તે કુરૂપની સીમારૂપ હતું, તેને માથે જાડા અને પીળા કેશ હતા, કડાઇના તળા જેવું શ્યામ મુખ હતું, મેટું અને ચપટું મસ્તક હતું, તેમજ એક આંખે કાણ, પીળા અને ભીના નેત્રવાળો, નાકે ચીબ, મેટા પેટવાળે, બહાર નીકળેલા દાંતવાળે, શ્યામ અને લાંબા ઓષ્ઠવાળો, મોટા અને જાડા બે પગવાળે, ઉંટની જેવી ગ્રીવાવાળો, શરીર શ્યામ વર્ણવાળે, બીભત્સ રૂપવાળે, કટુ અને દુષ્ટ સ્વરવાળા, દેખાતી અને સ્થળ નસોના સમૂહવાળો ફુટ દેખાતા હાડપિંજરવડે ભયંકર, સેંકડો શારીરિક કુલક્ષણના સમૂહવાળો, જાણે મૂર્તિમાન પાપ ઉત્પન્ન થયું હોય, જાણે ન જોઈ શકાય તે પિશાચ હોય, અને જાણે પિંડરૂપ થયેલું દુર્ભાગ્ય હોય તેવો તે દેખાતો હતો. તેના મસ્તક ઉપર લતાઓ વીંટેલી હતી, તથા તેણે એક ફાટેલા વસ્ત્રની કેપીન પહેરી હતી. આવા સ્વરૂપવાળા તેને જોઈ શુ કરતા એવા તે રાજસેવકોએ તેને કહ્યું કે “અરે! તને રાજા બોલાવે છે, તેથી તે અમારી સાથે રાજસભામાં ચાલ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust