________________ આઠમો સર્ગ. . (2009) લક્ષ્મીપુંજનું ચરિત્ર વાંચી તત્વના અભ્યાસીએ ત્રીજા અણુવ્રતના આરાધન માટે પ્રયત્ન કરો. . ( ઇતિ ત્રીજા વત ઉપર લક્ષમીપુંજ કથા.) . - આ પ્રમાણે શ્રી જયકુમારના મુખથી અદત્તના ગ્રહણ અને ત્યાગનું ફળ સાંભળી રતિમાલા રાણીએ પ્રતિબોધ પામી યાજજીવે અદત્તાદાનને નિયમ કર્યો, તથા કુમારની જ વાણીથી બીજે પણ શ્રાદ્ધગ્ય ધર્મ તેણે હર્ષથી અંગીકાર કર્યો. “સત્સંગ કલ્પવૃક્ષ સમાન છે.” કુમાર, રતિસુંદરી અને રતિમાલા એ ત્રણે સમાન ધમી થવાથી સર્વ પ્રકારનાં સુખ જોગવતા પરસ્પર પ્રીતિવડે વર્તવા લાગ્યા. આ પ્રમાણે તેમને કેટલેક કાળ ધર્મમય અને સુખમય વ્યતીત થયે. એકદા શ્રીજયકુમારે રાત્રીમાં સ્વપ્ન જોયું. તેમાં પિતે કોઈક પર્વતની સમીપે રહેલા એક નગરમાં કુરૂપે અને ભિક્ષુકરૂપે મસ્તકપર કાષ્ઠને ભારે લઈ ચોટામાં વેચવા ગયો એવું દીઠું. આવું સ્વપ્ન જોઈ જાગૃત થઈ તેણે વિચાર કર્યો કે “અહો! મન કે વાણના વિષયમાં ન આવે એવું અસંભવિત સ્વપન મારા જેવામાં આવ્યું. હું નથી જાણતું કે આ સ્વપ્નનું મને શું ફળ પ્રાપ્ત થશે?” આ પ્રમાણે તે વિચાર કરતા હતા, તેવામાં તરત જ જાણે તે સ્વપ્નનું સાક્ષીભૂત હોય એમ તેનું જમણું નેત્ર ફરકયું. તે શુભ નિમિત્તથી તેણે પિતાના ઉપાયનું અવ્યભિચારીપણું નિશ્ચિત કરીને તે સંબંધી આ પ્રમાણે ઉપાય કર્યો. એક મોટો પટ કરાવી તેમાં પિતે જેવું નગરાદિક જોયું હતું તેવું સર્વ એક હશિયાર ચિતારા પાસે તેણે ચિતરાવ્યું. પર્વત, ક્રીડા સરેવર, કીડાવાપી, ચેક, હાટ, અને ઘર વિગેરે સર્વ ઉત્તમ રંગવડે ચિતરવાથી તે ચિત્રપટ મનહર થયે. હવે તે નગરના ઉદ્યાનમાં શ્રી ઋષભસ્વામીનું એક ચૈત્ય હતું, તેના દ્વારની સાથે મળેલા દ્વારવાળું એક સત્રાગાર (દાનશાળા) કુમારે કરાવ્યું. તેની સમીપે સૂત્રધાર પાસે સર્જનના ચિત્ત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust