________________ આઠમો સર્ગ. " (ર૦૭) હાય, તો આ સર્વ ચેરેલાં ધનને જલદી ત્યાગ કર અને જેનું જે કાંઈ ધન જાણવામાં કે સ્મરણમાં આવે તે સર્વ તેમને પાછું આપ. આ પ્રમાણે મન, વચન અને કાયાની શુદ્ધિવડે તું કરીશ ત્યારે તને મેટો પુણ્યનો સમૂહ, પ્રીતિ અને સર્વત્ર પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે તે સાર્થવાહની સત્ય અને પ્રશસ્ત વાણવડે પ્રસન્ન થયેલા તે વિદ્યારે ક્ષણવારમાં તે પ્રમાણે કર્યું. ત્યારપછી પુણ્યશાળી અને સર્વ કુશળ પુરૂષોમાં અગ્રેસર એવા તે સાર્થવાહ અશ્વ જીવાડનારને જે ધન આપવાને પોતાના મનમાં સંકલ્પ કર્યો હતો તેનું સ્મરણ કરી અવશ્ય તે ધન દેવું જોઈએ, નહીં તે વ્રતને ભંગ થાય” એમ ધારી તેટલું ધન વિદ્યાધરની પાસે મૂકયું. ઘણે આગ્રહ કર્યા છતાં તેણે તેમાંથી કાંઈપણ ધન ગ્રહણ કયું નહીં, ત્યારે તે સાર્થવાહે તે વિદ્યાધરની સાક્ષીએ તે સર્વ ધન હર્ષથી ધર્મસ્થાનમાં વાપર્યું. પછી ધર્મસંબંધી વાત કરી મનમાં હર્ષ પામી પાપના તાપને હરનાર ધર્મનું ચિંતવન કરતા તે બને છૂટા પડી પિતા પોતાને સ્થાને ગયા. પિતાને ઘેર ગયા પછી પણ તે ગુણધર સાર્થવાહ સેંકડો ધર્મના અવસર પામીને જિનભવન અને જિનપ્રતિમા વિગેરે સાતે ધર્મસ્થાનોને પુષ્ટ કરવા લાગ્યો. દિનાદિક જનોને પણ સર્વદા દાન આપવા લાગ્ય, સમ્યક્ પ્રકારે વ્રત તથા અભિગ્રહનું પાલન કરવા લાગે, નંદીશ્વર દ્વીપ અને મેરૂ પર્વત વિગેરે સ્થાનમાં આકાશગામી વિદ્યાના પ્રભાવથી જઈ શાશ્વત પ્રતિમાઓની તેણે યાત્રા કરી. શત્રુંજય, ઉજજયંત આદિ સર્વ તીર્થોમાં મોટા મોટા પૂજાના ઉત્સવ કર્યા. આ રીતે મંત્ર, ઔષધિ, આકાશગામી વિદ્યા તથા સમગ્ર વિત્તને ધર્મકાર્યમાં કૃતાર્થ કરી તથા ઉત્તમ પુરૂષો પર અનેક પ્રકારના ઉપકાર કરી તેણે પોતાનું જીવિત સુચરિત્રો વડે ભરપૂર કર્યું. ચિરકાળ સુધી દાન, શીળ, તપ અને ભાવ સહિત ગૃહસ્થ ધર્મનું આરાધન કરી તે ગુણધર સાર્થવાહ આયુષ્ય પૂર્ણ કરીને અહીં તું લક્ષ્મીપુંજ થયે છે અને તે વિદ્યાધર સદ્ગુરૂએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust