________________ આ સર્ગ. (25) પામ્યા હોય, અને જાણે કેઈએ લઈ લીધા હોય તેમ મારાથી દૂર નાશી ગયા. આવા અવસરે મારા સદ્ભાગ્યે જાણે બોલાવ્યા હોય તેમ તે મારા પિતા વિશદ સૂરિ સાધુઓના સમૂહ સહિત વિપુલાનગરીમાં પધાર્યા. તે વખતે ઉદ્યાનપાળકના મુખથી તેમનું આગમન સાંભળી મહોત્સવપૂર્વક પરિવાર સહિત વિદ્યાધરનો રાજા હું અને બીજા ઘણા વિદ્યાધરો તેમને વાંદવા ગયા. ભક્તિથી ગુરૂને વાંદી હર્ષથી સર્વે ગ્ય સ્થાને બેઠા. પછી ગુરૂએ ધર્મદેશના આપી. તે સાંભળી પ્રતિબધ પામેલા ઘણાએ પિતપતાની રૂચિ પ્રમાણે સમતિ, દેશવિરતિ અને સર્વવિરતિ વિગેરે ગ્રહણ કર્યું. તે સવે પોતપોતાને સ્થાને ગયા પછી મને પ્રત્યક્ષ શિક્ષાપૂર્વક મહા હિતકારક ધર્મોપદેશ આપીને તે બે પ્રકારે પૂજ્ય પિતાએ ન્યાયથી મને હર એવો ચોરીને મને નિયમ આપ્યો, અને ચેરીના મેહને ત્યાગ કરાવ્યું. મારા વતની સ્થિરતાને માટે અદત્તના ત્યાગરૂપ વ્રતને પાળવામાં તેમણે મારી પાસે તમારું દષ્ટાંત આપ્યું; તેથી પ્રત્યક્ષ રીતે બન્ને લોકમાં હિતકારક ગુરૂની શિક્ષા જાણીને તેમની આજ્ઞાથી મેં મારા ચિત્તમાં ભક્તિપૂર્વક તે વ્રત અંગીકાર કર્યું; પરંતુ મારા ચિત્તમાં મેં એટલે તે વિચાર કર્યો કે-“પિતાએ જે ગુણધરનું મને દષ્ટાંત આપ્યું છે તે કેવા આકારવાળે, કેવા આચારવાળો અને વ્રતમાં કે દઢ છે તેની એકવાર હું પરીક્ષા કરૂં; કારણકે આવા મહર્ષિ પણ જેનું દષ્ટાંત આપી પ્રશંસા કરે છે, તે કેવો હશે ?" આ પ્રમાણે વિચાર કરી વનમાં જતા તને જોઈ તારી પાસે અનુક્રમે મણિના કુંડળ, હાર અને નિધાન પડેલા મેં બતાવ્યા, તેને જોઈને પણ તેને લેવામાં જરા પણ તારૂં મન ડગ્યું નહીં. વળી તને વધારે દુઃખ થવા માટે તારો જાતિવંત અશ્વ પણ તને મેં મરેલો દેખાડ્યો. હવે હું વિદ્યાથી તેને જીવતે દેખાડું છું. તેના પર આરૂઢ થઈ તું હર્ષથી તારા નગર તરફ જા. તથા તુ તૃષાતુર થયેલ છે એમ જાણું પાણીથી ભરેલી મસક તને દેખાડી પિપટને રૂપે મેં તને પાણી પીવાનું આમંત્રણ કર્યું તો પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust