________________ (208) જયાનંદ કેવળ ચરિત્ર. કહેલા વિશુદ્ધ ધર્મને આરાધી આયુષ્યનો ક્ષય થયે એક પ૯ પમના આયુષ્યવાળો હું વ્યંતર જાતિના દેવોને ઇંદ્ર થયો છું. તે પૂર્વ સાર્થવાહના ભવમાં શ્રદ્ધાથી જે સક્રત કર્યું હતું, તેના પ્રભાવથી આ ભવમાં જન્મ દિવસથી જ આરંભીને તને સમગ્ર ધનસંપત્તિ પ્રાપ્ત થઈ છે અને થાય છે. તથા પૂર્વ ભવના દઢ ધર્મસ્નેહને લાય હું તારી પાસે આવીને નિરંતર તને સુખ ઉપજાવવા માટે આદરપૂર્વક અખૂટ લક્ષ્મી પ્રગટ કરું છું.” આ પ્રમાણે કહીને તે વ્ય - તરદેવે તેને સંદેહ દૂર કર્યો, અને દિવ્ય વસ્ત્ર આભૂષણ વિગેરે આપી તેને વિશેષ સંતુષ્ટ કર્યો. ત્યારપછી તે વ્યતરેંદ્ર તેની રજા લઈને પિતાને સ્થાને ગયે. | લક્ષમીપુંજ મહેભ્ય પણ ચંદ્ર પાસેથી પોતાને પૂર્વભવ સાંભળી હર્ષ પામે, અને ક્ષણવાર વિચાર કરતાં તે જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. તેથી વ્યંતરેંદ્રનું કહેલું સર્વ સત્ય છે એમ નિશ્ચય કરી તે અદ્ધર્મમાં અતિ દઢ થયો. નિરંતર ધર્મને નહીં મૂકતે, નિંદિત કર્મને નહીં કરતે, અનર્ગલ દાન દે અને સત્પરૂષોની સંગતિ કરતા તે લક્ષ્મીપુંજ શાતા વેદનીયના ઉદયથી ભેગરૂપ ફળવાળા કર્મને લઇને સમગ્ર ભેગસામગ્રી પામી કૃતાર્થ થયો. એકદા સૂર્યની પ્રજાને પામીને જેમ પ્રાતઃકાળ પ્રકાશમાન થાય તેમ ગુરૂમહારાજના ત્યાં પધારવાથી તેમની વાણું પામીને લક્ષ્મીપુંજના ચિત્તમાં વિશેષ વિવેક ઉત્પન્ન થયે, તેથી રંગ સહિત સંવેગરૂપી જળવડે પાપમળનું ક્ષાલન કરી લઘુકમી એવા તે લક્ષમીપુંજ મહેન્ચે હર્ષથી ઘણું ઇભ્યજનો સહિત ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, અગ્યાર અંગને અભ્યાસ કર્યો, અને ઘણા પ્રકારને તપ કર્યો. અનુક્રમે યુદ્ધ ચારિત્રનું પાલન કરી અનશનાદિકવડે કાળધર્મ પામી બારમા દેવલેકમાં ઉત્તમ દેવલદ્દમી પામે. ત્યાં બાવીશ સાગરોપમનું દેવાયુષ્ય ભેગવી મનુષ્યભવમાં રાજા થઈ યથાખ્યાત ચારિત્રવડે કેવળજ્ઞાન પામી પૃથ્વી પર વિચરી ભવ્યજીને પ્રતિબોધ કરી તે સિદ્ધિપદ પામશે. ત્યાં તેને સિદ્ધના આઠ ગુણ અને અનંત ચતુષ્ટયા પ્રાપ્ત થશે. હે ભવ્ય પ્રાણીઓ ! પૂર્વ ભવના વૃત્તાંતવડે મનોહર આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust