________________ (ર૦૪) જયાનંદ કેવળી ચરિત્ર. થયે મને સમગ્ર કળાઓ ગ્રહણ કરાવી, અને ઉપાધ્યાયની પાસે સર્વ શાસ્ત્રોને અભ્યાસ કરાવ્યું. ચિતિત અર્થને આપનારી પ્રજ્ઞપ્તિ વિગેરે પ્રસિદ્ધ અને અમિત વિદ્યાઓ પિતાએ મને આપી. તે સર્વેને મેં સુખેથી સાધી લીધી. તેના બળથી લીલાઓ કરીને પર્વતાદિક ઇચ્છિત સ્થાનમાં સ્વેચ્છાએ વિચરતો હું નિત્ય વિલાસ કરું છું અને ફરું . પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ ત્રણે પ્રકારની શક્તિવાળો હોવાથી હું કોઈના પરાક્રમને કે તેજને ગણતો નથી, અને મારી પરણે લી પ્રોઢ સ્ત્રીઓ સાથે હું વેચ્છાથી રમું છું. - એકદા વિમલાચાર્યની પાસે ધર્મદેશના સાંભળીને પ્રતિબંધ પામેલા મારા પિતાએ દીક્ષા ગ્રહણ કરી. આગમમાં કહ્યા પ્રમાણે ગ્રહણા અને આસેવના નામની અને પ્રકારની શિક્ષા તેમણે ગ્રહણ કરી અને સદ્દગુરૂની સેવા પણ કરી. ગુણના સમુદ્રરૂપ તેને તપ અને સંયમના પ્રભાવથી અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ, ગુરૂના પ્રસાદથી અતિશય સહિત સર્વ શ્રુતને તેણે અભ્યાસ કર્યો, વિનયરૂપ સમૃદ્ધિથી યુક્ત, પિતાના ઉત્કૃષ્ટ અનુષ્ઠાન (ક્રિયા) માં જ બુદ્ધિની નિષ્ઠા રાખનાર, ધીરતા યુક્ત, પરિષહાથી ક્ષોભ નહીં પામનાર તથા પ્રમાદ અને મદથી રહિત એવા તે મારા પિતા મુનિ અનુક્રમે ગુરૂની પાસેથી આચાર્યપદ પામ્યા. પછી મનોહર ચારિત્રની નિર્મળતાથી ચાર જ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરવા ચિરકાળ પૃથ્વીપર વિચરી તેણે અમૃત જેવી પોતાની ધર્મદેશનાની વાણીવડે સમગ્ર પૃથ્વીને રસ સહિત કરી. અહીં ગ્રહવાસમાં વસત અને પિતાની ધુરાને ધારણ કરતા હું કુકર્મ અને કુસંગના વેગથી ચોરી કરતાં શીખે. તેથી નિરંતર અને નેક વિદ્યાના બળવડે પૃથ્વી પરના અનેક રાજાઓનું અનર્ગલ ધન હું હરણ કરવા લાગ્યો. ચેરીની બુદ્ધિથી મારા મનમાં અત્યંત ક્રૂરતાએ વાસ કર્યો અને બીજા દોષએ પણ તે કુરતા સાથેના સ્નેહથી જ જાણે હોય તેમ મારા મનમાં જ સ્થિતિ કરી. સત્ય, બુદ્ધિ, સંતેષ, ક્ષમા, દમ અને દયા વિગેરે સર્વ ગુણે તે ક્રૂરતાથી જાણે ભય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust