________________ (202) જયાનંદ કેવી ચરિત્ર. તૃષાનું દુઃખ દૂર કરૂં.” આ પ્રમાણે હૃદયમાં વિચારતે તે સાત્વિક ત્યાં બેઠો હતો, તેટલામાં તે વૃક્ષની શાખાના અગ્રભાગ પર એક પિપટ બેઠા હતા, તે સ્પષ્ટ રીતે મનુષ્યની ભાષાથી બોલ્યા કે–“હે પથિક ! તું તારી શારીરિક ચેષ્ટાથી અત્યંત તૃષાતુર જણાય છે, તે ઉચે રહેલી મસકમાં પાણી ભરેલું છે; છતાં તૃષાતુર એ તું તે પીતો નથી, અને તરસ્યો જ બેસી રહ્યો છે તેનું શું કારણ છે? તે કહે. આ વૃક્ષ પર મારા કુળનું રક્ષણ કરનાર માર માળે છે, તેમાં હું સ્વેચ્છાએ વસું છું, તેથી તું મારે અતિથિ થયો છે. જે તેવો સામાન્ય અતિથિ પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે, તો તારા જેવા સર્વ શ્રેષ્ઠ ગુણવાન અતિથિ માટે તે શું કહેવું ? તેથી કરીને પુણ્ય રૂપી સ્નાના ચંદ્ર સમાન હે મહાનુભાવ! ગમે તેનું આ જળ હોય તે પણ તું તેનું શીધ્ર પાન કર. એક આશ્રયના સંબંધથી એની અનુજ્ઞા મારે આપવી એ ઉચિત જ છે. માટે મારા પર કૃપા કરી તૃષાને દૂર કરી સુખી થા. તૃષાને લીધે અત્યંત અધૂતિ થાય છે, અને અધૃતિ સતે ધર્મની બુદ્ધિ રહી શકતી નથી. તે માટે આ જળનું પાન કરી ધૃતિવાળો થઈ ફરીથી પુણ્યકર્મ કરજે. કહ્યું છે કે - " सव्वत्थ संजमं रखिज, संजमाउ अप्पाणमेव ररिकज्जा / मुच्चइ अइवायाओ, पुणो विसोही न याविरई // 1 // " સર્વત્ર સંયમનું રક્ષણ કરવું, અને સંયમથી પણ આત્માનું રક્ષણ કરવું; કેમકે અતિચારથી મુકત થવાય છે, ફરીથી શુદ્ધ થવાય છે, પણ તેથી કાંઈ અવિરતિ પ્રાપ્ત થતી નથી.” આ પ્રમાણેનાં તે પોપટનાં વચન સાંભળી ગુણધર બેલ્ય કે–“હે પોપટના કુળમુગટ! પંડિતોએ જે કહ્યું છે તે તું સાંભળ. કેમકે ધર્મનું તત્ત્વ તું બરાબર જાણતા નથી. તે મને હિતવચન કહ્યું તે તત્વજ્ઞાનીઓને હિતકારક નથી; કેમકે તું આ મસકનો કે તેમાં રહેલા જળનો સ્વામી નથી. જે જેને સ્વામી હોય, તે પોતે જે શ્રદ્ધાથી આપે, તો સ્વામીએ આપેલું હોવાથી તેમાં સત્પરૂષને અદત્તને દોષ લાગતો નથી. “હું આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust