________________ આઠમે સર્ગ. (ર૦૧) પાપે છે? અથવા કઈ ક્ષુદ્ર દેવે એને અચેતન બનાવ્યું છે?” આ પ્રમાણે ક્ષણવાર વિચાર કરી તે દૈવ પ્રત્યે બોલ્યો કે–“અરે દૈવ ! જાતિવંત, તેજસ્વી સર્વ લક્ષણથી સંપૂર્ણ, વક્ર મુખવાળો છતાં પણ સ્વામીને ભક્ત, ચિત્તને પ્રસન્ન કરનાર, મનહર ગતિવાળા, માર્ગમાં સહાયભૂત, અત્યંત બળવાન, કૃશ કર્ણવાળા, કેમળ મધ્ય સંસ્થાનવાળા, વિપૂલ પીઠવાળા, સમૃદ્ધિને આપનારા, શરીર પુષ્ટ, સર્વ ગુણયુક્ત અને સુખને આપનારા એવા આ અશ્વનો અકાળે સંહાર કરતા એવા તે આ શું કર્યું ? જે કદાચ મને નિઃસ્પૃહ જોઈને તે આ પ્રમાણે કર્યું હોય તો ભલે તું તારું ઇચ્છિત કર, પરંતુ મારા સુકૃતને હું પ્લાનિ ત પમાડીશ નહીં.” આ પ્રમાણે આત્માની સાક્ષીએ બેલી પોતાને અશ્વ વિના માર્ગ ઓળંગવો દુષ્કર છે એમ ધારી ફરી તેણે વિચાર કર્યો કે-“જે કોઈ અત્યંત ઉપકારી મુસાફર વૈદ્ય અહીં આવીને ઔષધવડે આ અશ્વની ચિકિત્સા કરી તેને જીવાડે તે હું તેને આ અશ્વના પ્રમાણ જેટલું ધન આપું.” આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક વિચાર કરી આશાને વશ થઈ આમતેમ ભમતો તે સર્વ દિશાઓ તરફ જોવા લાગ્યો. તેમ કરતાં તેને ઘણી વેળા વીતી ગઈ તો પણ ત્યાં માર્ગમાં કઈ પણ પથિક જન આવ્યું નહીં, પરંતુ ચિરકાળ સુધી પ્રવાસ કરવાથી ઉત્પન્ન થયેલી તૃષાએ તેના સુખનું પાન કર્યું. તે તૃષાથી પીડાયેલ સાર્થપતિ અત્યંત થાકી ગયે તોપણ તે વનમાં ભમવા લાગ્યોમાર્ગની શોધ કરતાં તે વિરામ પામે નહિ, તેમજ તે માર્ગની શુદ્ધિને પણ પાપે નહીં, કારણ કે માર્ગની શુદ્ધિ તેના મર્મજ્ઞ વિના મળી શકતી નથી. તેથી ખેદ પામેલ તે ગુણધર કઈ ગાઢ છાયાના સમૂહવાળા વૃક્ષની નીચે થાકીને બેઠે, તેવામાં તેણે જળ ગળવાથી ઉચે જોતાં તે વૃક્ષની શાખાપર લટકાવેલી પાણીની એકમસક દીઠી. તે વખતે તેણે વિચાર કર્યો કે “આ મસક કોની હશે? કોણે જળથી ભરી હશે? અને આને સ્વામી કયાં ગયો હશે? જે કદાચ તેને હું દષ્ટિવડે જોઉં તો તેની પાસે પ્રાર્થના કરી પાણી પીઉં, અને 1 જાણકાર. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust