________________ (૧ર) જયાનંદ કેવળી ચરિત્રલીલાયુક્ત અને મનોહર કળાઓથી ઉજવળ છે; તેથી શીધ્રપણે ઉત્સવસહિત તમારા પુત્ર પાસે તેમનું પાણિગ્રહણ કરાવે.” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી પિતાના પુત્રને વિવાહ યોગ્ય થયેલો જાણું તથા આ શ્રેષ્ઠ ઈભ્યોને સ્વજનપણાના સ્થાનરૂપ જોઈ સુધર્મા શ્રેષ્ઠીએ તેમને કહ્યું કે “ભુખ્યા વટેમાર્ગને ભેજનનું આમં.. ત્રણ કરવા જેવું આ તમારૂં આગમન માન્ય કરવા લાયક છે; અને એ હેતુથી જ મને અત્યંત હર્ષ આપનારું છે. તો પણ પુત્ર અને તેની માતાને પૂછી કન્યાઓને નજરે જોઈ માંગલિક (શુભ) ચંદ્રાદિક ગ્રોવડે કરવા લાયક વિવાહના દિવસનો નિરધાર કરી જે યુક્ત હશે તે મત્સર રહિતપણે કરવાને હું ઈચ્છું છું.” આવેલા શ્રેષ્ઠીએાએ તે ઉત્તરને સ્વીકાર કર્યો. પછી સુધર્મા શ્રેષ્ઠીની ઈચ્છા જણાતાં તેઓએ શુભ દિવસે તેમના પુત્ર સાથે કન્યાઓને વિવાહ મુકરર કર્યો. ત્યાર પછી હર્ષ પામેલા તે સર્વેએ પ્રથમ સર્વ સ્વજનોની ઘરમાં વિચિત્ર પ્રકારનાં ચિત્રો, મંડપ અને તરવડે મનહર શોભા કરી, અને બીજી પણ વિવાહને લાયક સર્વ ઉત્તમ સામગ્રી આદરપૂર્વક તૈયાર કરી. તે વિષે પંડિતાએ કહ્યું છે કે –“સંબંધની દઢતા કરવી 1, ચંદ્રાદિકના બળવાળું સારું લગ્ન જેવું 2, કામ કરવા માટે રસોયાદિક નોકર ચાકર રાખવા 3, ઘરને વિવિધ પ્રકારે શણગારવું 4, શાક પ, પાપડ 6, વડી 7, પકવાન્ન વિગેરે પાકની ક્રિયા કરવી 8, વસ્ત્ર 9 અને સુવર્ણના અલંકારાદિ તૈયાર કરાવવા 10, પાનસોપારી વિગેરે તાંબુળ તૈયાર કરવું 11, વિવાહના દિવસનો નિશ્ચય કર 12, સમ્યક્ સ્તંભ એટલે માણેકસ્તંભ રોપવો 13. જુવારા વાવવા 14, મંડપ (માંડવો) બાંધવો 15, વરકન્યાને કુસુંભાદિક ક્રિયા કરવી (પીઠી ચળવી) 16, વરને આમંત્રણ કરવું (જાન લાવવી) 17, વેદિકા, મંડપ અને તારણ વિગેરેની રચના કરવી 18, વર્ણક'૧૯, ઉદ્વર્ણક 20 અને લગ્ન વખતે વરવહુને ચાર પ્રકારનો શણગાર કરે 21, ઉત્સવ સહિત વરનું મંડપે આવવું 22, અર્થ મહિમા (કન્યાદાનમાં દેવાનું દ્રવ્ય તૈયાર કરવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust