________________ (10) જયાનંદ કેવળી ચરિત્ર. પુત્ર જે દિવસથી આરંભીને મારા કુળ (ઘર) માં અવતર્યો છે, તે દિવસથી મને અક્ષણ લક્ષ્મીને પુંજ (સમૂહ) પ્રાપ્ત થયું છે, તેથી ધર્મરૂપી સામ્રાજ્યને ભજનાર અને ભાગ્યના નિધાનરૂપ આ મારા પુત્રનું નામ તમારી સમક્ષ લક્ષ્મીપુજા થાઓ.” સર્વ કુટુંબીઓએ તેને સ્વીકાર કર્યો. ત્યારપછી માતપિતાના સેંકડે ઉચિત મનોરથની સાથે અત્યંત મનોહર અવયવવાળે અને લોકોને પ્રસન્ન કરવામાં તત્પર એ સદ્ગણ યુક્ત તે કુમાર આમ્રકદના નિર્મળ અંકુરાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. તેના અંગની સાથે જાણે સ્પર્ધાથી હોય તેમ તેના અંગનું સૌંદર્ય પણ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યું, તથા તેના અંગના સંદર્યની જેમ સજનોના નેત્ર અને મનને વિષે અત્યંત પ્રદ વૃદ્ધિ પામવા લાગ્યો. તે કુમારના દંગમ, પાદન્યાસ અને અશન વિગેરે વખતે પિતાએ કરેલા ઉત્સવડે પ્રશંસા કરવા લાયક અને સ્વજનોને આનંદ પમાડનાર તેનું બાલ્યવય અત્યંત શોભવા લાગ્યું. સત્પરૂષોના મનને હરણ કરનારા તે કુમારે મિત્રોની સાથે ક્રીડા કરવાવડે મનહર એવું બાલ્યવય નિર્ગમન કર્યું. - ત્યારપછી તે કુમારને વિદ્યા ભણાવવાને યોગ્ય થયેલે જાણ પિતા તેને ઉત્સવપૂર્વક લેખશાળામાં ઉપાધ્યાય પાસે લઈ ગયા. તે કુમાર વિનયવડે અને ન્યાયવ ઉપાધ્યાયની એવી સેવા કરવા લાગ્યો કે જેથી તુષ્ટમાન થયેલા તે ઉપાધ્યાયે હર્ષથી તેને સર્વ વિદ્યાઓ આપી. તેવું કઈ શાસ્ત્રકે તેવી કોઈ વિદ્યા નહતી કે જે સર્વ વિદ્યામાં નિપૂણ એવા તે કુમારે પોતાની બુદ્ધિથી મેળવી ન હોય. સર્વ વિદ્યામાં ઉપાધ્યાય તો માત્ર તેના સાક્ષીરૂપ જ હતા; કેમકે જાણે સંકેત કરેલ હોય તેમ સર્વ વિદ્યાઓ સ્વયંવરપણેજ તેની પાસે આવી હતી. સમગ્ર મનહર કળાએ તેણે કીડામાત્રમાં જ ગ્રહણ કરી, અને જાણે તેની સ્વર્યાવડે જ હાય તેમ ધર્મ કળાએ પણ તેને આશ્રય કર્યો. સર્વ વિદ્યારૂપી સમુદ્રને પારગામી અને અત્યંત સૂક્ષ્મ બુદ્ધિવાળે તે પોતાની ઈચ્છા પ્રમાણે સુખે કરીને ઘર અને દુકાન 1 દાંત ઉંગવા. 2 પગે ચાલવું. 3 ખવરાવવાની શરૂઆત. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust