________________ (18) જયાનંદ કેવળી ચરિત્ર. સ્વામીએ આપી ન હોય તો તે લેવી નહીં. એ આ વ્રતનું મૂળ સ્વરૂપ છે. તે વ્રતને કોઈ ત્રિવિધ ત્રિવિધ કરીને ગ્રહણ કરે છે, અને કઈ દ્વિવિધ ત્રિવિધ કરીને ગ્રહણ કરે છે. આ દેશથી વ્રત કહેવાય છે. આ વ્રતમાં બીજા પણ ઘણું ભેદે સંભવે છે, પરંતુ તે ભેદો સત્ત્વ રહિત પ્રાણુઓને લાયક છે. હવે આ વ્રત પાળવાનું ફળ સાંભળ–આ સર્વ ભેદમાંથી જે ભેદો જેણે જેવા પ્રકારે ગ્રહણ કયાં હાય, તથા તેને જે પ્રકારે આરાધ્યા કે વિરાધ્યા હોય, તેને તેવા પ્રકારનું ફળ મળે છે. (આરાધવાથી શુભ અને વિરાધવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે.) આ જગતમાં કોઇનું પડી ગયેલું, વીસરેલું, નાશ પામેલું (ખેવાયેલું), હરણ કરેલું, સ્થાપન કરેલું કે રહેલું ધનાદિક થોડું કે ઘણું તેના સ્વામીએ આપ્યા વિનાનું જે કઈ ગ્રહણ કરે તે કદાચ સિંહ જે ઉત્તમ પુરૂષ હોય તો પણ તે નરકમાં પડે છે, અને વિવિધ પ્રકારના વધબંધનાદિકવડે તે પીડા પામે છે. તેમજ તેને ઘણુ પ્રકારનું દુઃખ, દુ:સ્થપણું, દરિદ્રતા, ઘણું ભવ સુધી અરતિ, ભયને સમૂહ, દુર્ગતિમાં પતન અને અહિતની શ્રેણિઓ પ્રાપ્ત થાય છે. તથા બને લોકને વિનાશ, કલંક, સુકૃતને મૂળથી નાશ, મૂર્ખતા, ધૃતિ (ધીરજ) અને બુદ્ધિ વિગેરેને ક્ષય તથા અનેક પ્રકારની વિપત્તિઓ તત્કાળ તેની પાછળ આવે છે. તથા ઉચિતપણે આ વ્રતનું આરાધન કરવાથી મનુષ્યને બે પ્રકારની શિવસંપત્તિ અને સર્વ શુભને વહન કરનારી અને લેકની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અક્ષર વિનાની વાણુની જેમ મેટા અનર્થના સમૂહો વિનાશ પામે છે, ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થની સિદ્ધિને માટે એટલું અર્થ (દ્રવ્ય) પ્રાપ્ત થાય છે કે સમુદ્રના જળની જેમ કદાપિ તે ક્ષીણ થતું નથી. આ જગતમાં જેઓ અદત્તાદાનનો ત્યાગની પ્રતિજ્ઞા કરી કુલપર્વતની જેમ સ્થિર રહે છે, તેઓનો નિત્ય, અદ્વિતીય અને અનંત યશ અનંત આકાશની જેમ જગતમાં વ્યાપી રહે છે અને તે જય પામે છે, તેઓ સર્વતેજસ્વીઓનાં મધ્યમાં સૂર્યની જેમ મુખ્ય થાય છે, તેઓ સુંદર પ્રકૃતિ. 1 કલ્યાણ સંપત્તિ અને મેલ સંપત્તિ. - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust