________________ આઠમે સર્ગ. (191) વિગેરેમાં નિરંતર ક્રિીડા કરતા ફરતા હતા. પ્રશ્ન, પ્રહેલિકા, કાવ્ય અને તેની ગોષ્ઠીપૂર્વક ઘણા પ્રકારના વિદ્યારસવડે તે પિતાના આત્માને રસમય બનાવતો હતો, તેમજ અનેક કળાઓના અભ્યાસ વડે અને ગીત નાટયને અનુસરતા વિનદેવડે મિત્રોના મનને તે ખુશી કરતો હતો. તે એકદા તે કુમાર હર્ષથી મિત્રોની સાથે નગરના ઉદ્યાનાદિકમાં ક્રીડા કરવા ગયે. ત્યાં કોઈ ઠેકાણે એક મુનિને જેઈને તેણે તેને વંદના કરી. સુનિએ તેને ધર્મની આશીષ આપી. ગૃહસ્થધર્મને ઉપદેશ આપ્યો. તે તેણે બાલ્યાવસ્થામાં જ ગ્રહણ કર્યો, તેથી તે વીતરાગ અને સશુરૂને વિષે ઉત્કૃષ્ટ ભકિતમાન થયે, માતાપિતાના વચન પર શ્રદ્ધાળુ થયો અને સમકિતમાં દઢ સ્થિરતાવાળે થયો. ' અનુક્રમે યુવાવસ્થા પ્રાપ્ત થવાથી તે કુમારની દેહલમી દેદીયમાન થઈ. “શું દિવસની પ્રાપ્તિ થતાં આકાશના વિભાગ સૂર્યની પ્રભાવડે દેદીપ્યમાન નથી થતા?” રૂપલક્ષ્મીથી યુકત, લીલાથી મનહર અને સુંદર દર્શનવાળા તેને જોઈ પિતાએ પોતાના ચિત્તમાં તેનો વિવાહ કરવાનો વિચાર કર્યો, તેટલામાં સર્વ અંગે (પ્રકારે) ગુણના નિધાન રૂપ તે કુમારને પોતાની કન્યાના વર તરીકે ઈચ્છતા આઠ મહેભ્ય એકીસાથે તે શ્રેષ્ઠીને ઘેર આવ્યા. ધનેશ્વર 1, પૃથ્વીધર 2, યશોધર 3, શ્રીધર 4, શ્રીપતિ 5, ધનદત્ત દ, ધનાવહ 7, અને લક્ષ્મીના નિવાસ રૂ૫ જિનદાસ 8. એ આઠ વેપારીઓ યથાર્થ નામવાળા, દાનની લીલાવડે પ્રસિદ્ધ, જાણે મોટા દિગ્ગજ હોય એમ પૃથ્વીના અલંકારરૂપ અને ચાતુર્યાદિક ગુણના આધારભૂત હતા. તે આઠે શ્રેષ્ઠીઓએ આવી હર્ષથી સુધર્મા શ્રેષ્ઠીને નમસ્કાર કર્યો. પછી તેઓ બોલ્યા કે " મનહર ફળવાળી અમારી કન્યાઓ સાથે તમારા પુત્રને પાણિગ્રહણ મહોત્સવ કરવાને અમે ઈચ્છીએ છીએ. રૂપશ્રી 1, રૂપરેખા 2, પદ્મા 3, પદ્માવતી 4, ધનશ્રી 5, ભુવનશ્રી 6, લમી છે, અને લક્ષ્મીવતી 8, એવાં નામવાળી સર્વને સંમત અમારી પુત્રીઓ છે. તે સર્વ સુંદર શીળવાળી, ઉત્તમ ભાગ્ય અને સૈભાગ્યાદિક ગુણવાળી અને સૌંદર્યથી શોભતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust