________________ આઠમે સર્ગ. (18) સધવા સ્ત્રીઓ મધુર સ્વરે મંગળ ગીત ગાવા લાગી, નાટક અને પ્રેક્ષણક થવા લાગ્યા, તથા મહેના ગ્રહોથી વધામણું આવવા લાગ્યાં. આ રીતે દશ દિવસ સુધી પિતાએ તેનો જન્મોત્સવ કર્યો, તેમજ તેના પિતાએ સમયે પ્રાપ્ત થયેલા ષષ્ઠી જાગરણ અને સૂર્યચંદ્રદર્શન વિગેરે સર્વ ઉત્સવ મહાન પુરૂષના જન્મોત્સવની જેવા જ કર્યો. * એકદા તે બુદ્ધિમાન શ્રેષ્ઠીએ વિચાર્યું કે-“કમળની જેવી નિર્મળ દેડલક્ષ્મીવાળા મારા પુત્રના જન્મદિવસથી જ આરંભીને હમેશાં તે બિલમાંથી હું ઈચ્છા પ્રમાણે લક્ષ્મીને ગ્રહણ કરી તેને ઉપભોગ કરું છું, સત્પાત્રને દાન આપું છું, અને દીનાદિકને પણ ઘણું દાન આપું છું. આ પ્રમાણે ગ્રહણ કરતાં છતાં સમુદ્રમાંથી ઘણું જળ લીધા છતાં જેમ તેમાં જળ ન ખુટે તેમ આ બિલમાંથી લક્ષમી જરા પણ ઓછી થતી જણાતી નથી, પરંતુ એક વાત વિચારવા ગ્ય છે કે પૃથ્વી પર કોઈ પણ વસ્તુ રહેલી હોય, આવેલી હોય કે ઉત્પન્ન થઈ હોય તે સર્વને સ્વામી રાજા જ હોય છે, તો અવશ્ય આ લક્ષ્મીને સ્વામી પણ રાજા જ હોઈ શકે; તેથી આ વૃત્તાંત રાજાને જણાવવાથી જ મને સુખકારક થશે. અન્યથા તેની આજ્ઞા વિના ગ્રહણ કરવાથી અદત્તાદાનને લીધે આ લેક અને પરલોકમાં પણ દુઃખદાયક થશે.” આ પ્રમાણે વિચાર કરી સુશ્રાવક હોવાથી તે શ્રેષ્ઠીએ રાજા પાસે જઈ ઉત્તમ ભેટથું મૂકી તેને યથાર્થ વૃત્તાંત નિવેદન કર્યો. રાજા પણ ન્યાયી હેવાથી તથા તેનું અદત્તપરિહાર નામનું વ્રત દઢ જેવાથી હર્ષ પામે, અને તેણે તેને કહ્યું કે-“ભાગ્યના એક સ્થાનરૂપ અને ઉત્તમ નામવાળા તારા પુત્રના પુન્યાદયથી જ તે લક્ષ્મી પ્રગટ થઈ છે, તે તે સર્વ તારી જ છે.” આ પ્રમાણે રાજાના નિર્મળ પ્રસાદને પામીને હર્ષિત થયેલા નિષ્પાપ બુદ્ધિવાળા તેણે ઉત્સવ અને આડંબર સહિત પિતાના ઘરમાં પ્રવેશ કર્યો–અર્થાત્ રાજમહેલમાંથી પિતાને ઘેર ગયે. ત્યારપછી શુભ મુહૂર્ત ભેજનાદિકવડે સ્વજનની ભક્તિ કરી તેમને સારા આસન પર બેસાડી સુધર્મા શ્રેષ્ઠીએ કહ્યું કે–આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust