________________ - આઠમે સર્ગઃ - (187) તેણની મનોહર કાંતિ લાવણ્ય સહિત ઉત્પન્ન થઈ, તથા તેણીનું ભાગ્ય અને સૌભાગ્ય પણ બુદ્ધિયુકત ઉત્પન્ન થયું. આ પ્રમાણે ગર્ભમાં આવેલા પુત્રના ઉત્કટ શુભ ભાગ્યને યોગે શ્રેષ્ઠીના ઘરમાંથી ક્ષુદ્ર દારિદ્રય દૂર નાશી ગયું. વેપાર કરવામાં તત્પર થયેલ તે શ્રેષ્ઠી હમેશાં દરેક વસ્તુના કયવિજયમાં સારે લાભ મેળવવા લાગ્યો. ગર્ભની વૃદ્ધિની સાથે જ માતાપિતાને પુરૂષોની સાથે સ્વજનપણું (સંબંધ), શરીરે નીરોગીપણું અને લેકમાં સન્માનપણું વિગેરે સીમા રહિત (અત્યંત) વૃદ્ધિ પામવા લાગ્યું. અનુક્રમે સમય પૂર્ણ થયે સર્વ ઉપદ્રવનો નાશ કરનાર સામ્ય (ઉત્તમ) માસમાં, શુકલ પક્ષમાં, સર્વ શુભ ગવાળી તિથિને દિવસે, ઉત્તમ વારે, પવિત્ર નક્ષત્રમાં, શુભ દિવસે, લક્ષમીના શરણ (આશ્રય) રૂપ કરણને વિષે, શુભ ગ અને ઉપગને વિષે, દોષરહિત સર્વ ગુણયુક્ત, શુભ, શુદ્ધ અને સબળ લગ્નને વિષે, સર્વ ગ્રહે મુદિત, ઉદિત, સુસ્થાન, સ્વસ્થાન અને ઉચ્ચ સ્થાનમાં રહે સતે, ભય વિગ્રહ અને ઉપદ્રવનાશ પામે સતે તથા ધાન્ય અને ધનની ઉત્પત્તિથી પ્રસન્ન થયેલા સર્વ લોકવાળો સમગ્ર દેશ સારા રાજાવાળે હતો તેવા સમયે સુગંધી, શીતળ અને મૃદુ (મંદ) સ્પર્શવાળ વાયુ વાતે હતે ત્યારે શુભ લક્ષણવાળા મુહૂર્ત પ્રાત:કાળે ધન્યાએ પુત્ર પ્રસા . પુત્રના પુણ્યપ્રભાવથી માતાને કાંઈ પણ બાધા થઈ નહીં; પરંતુ તેના જન્મની સાથે જ તે વખતે અત્યંત હર્ષને ઉદય થયો. જેમ સૂર્યવડે પૂર્વદિશા, રત્નવડે ખાણ અને દીવાવડે ઘરની પૃથ્વી શોભે તેમ તે પુત્રવડે ધન્યા અધિકાધિક શોભવા લાગી. શ્રેણી ઘરના બહારના આંગણાની પૃથ્વી પર બેઠા હતા, ત્યાં જઈને તે વખતે તેને કઈ માણસે પુત્રજન્મને પ્રકાશ કરી (વધામણી આપી) આનંદિત કર્યો. - પુત્ર જન્મના પ્રકાશવડે તત્કાળ હર્ષ પામે તે શ્રેષ્ઠી તેને ઘણું ધન આપવાની ઇચ્છાથી હર્ષને ધારણ કરી પિતાની પાસેના પોતાના ધન રાખવાનાં સ્થાનને વારંવાર જોવા લાગ્યો, પરંતુ પિતાને જેટલું ધન આપવાની ઈચ્છા હતી તેટલું માત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust