________________ ... આઠમો સર્ગ.. (179) કેટલાકને બહાર કાઢ્યા. રાજા બોલ્યા કે–“હે કુમાર! આજે અમારા નેત્રની સૃષ્ટિ ફળવતી થઈ કે જેથી સર્વોત્તમ રૂપવાળા તમે જોવામાં આવ્યા. હે સુભગ ! તમારા સૌભાગ્યથી અમારા હૃદયનું હરણ થયું છે, તેથી અમે આજે તમારી શી ભકિત કરીએ ? તમારું કુળાદિક મારા પ્રશ્નને લાયક નથી, કેમકે દેવીની વાણી અગ્યને માટે હોય નહીં, પરંતુ તમે જન્મવડે જે નગર પવિત્ર કર્યું હોય તે નગર કયું છે તે હે ચતુર!તમે કહો.” કુમારે જવાબ આપે કે–“હે રાજેદ્ર! હું વિજયપુરીને રહીશ છું. દેશ જેવાના કૌતુકથી ભમતો ભમતો ઘણું સમૃદ્ધિવાળા આ તમારા નગરમાં હું આવ્યો છું.” આ પ્રમાણે પરસ્પર આલાપરૂપ અમૃતપાનની ગેઝી કરીને રાજાએ પિતાની સાથે સ્નાન ભેજનાદિક કરાવી તેને પ્રસન્ન કર્યા. ત્યારપછી અવસરે રાજાએ તેને કહ્યું કે-“હે વત્સ!આ મારી કન્યાને તમે પરણો.” તે બેલ્યો કે-“મારૂં કુળાદિક જાણ્યા વિના મને તમે તમારી પુત્રી કેમ આપો છો?” રાજાએ કહ્યું-“દેવીની વાણી, આવા તમારા ગુણે આ પ્રકૃતિ અને આ આકૃતિ, તે સર્વ તમારા કુળને કહેજ છે; તેથી તમારે મારી પ્રાર્થનાને ભંગ કરે એગ્ય નથી.” તે સાંભળી કુમાર ન રહ્યો. પછી શુભ મુહૂર્ત રાજાએ વિવિધ ઉત્સવવડે કુમારની સાથે રતિસુંદરી પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું. રાજાએ કુમારને કન્યાદાનમાં હાથી અવ વિગેરે ઘણું આપ્યું; પરંતુ કુમારે સારભૂત આઠ નગરે જ ગ્રહણ કર્યા. તે પણ પ્રિયાને જ સોંપ્યાં. તેહુએ પણ તે નગરની સંભાળ રાખનારી પિતાની માતાનેજ નીમી. ત્યાર પછી રાજાએ સર્વ સામગ્રી સહિત આપેલા મહેલમાં કુમારે પ્રિયા સહિત નિવાસ કર્યો. તેમાં પૂર્વભવના અભ્યાસથી અત્યંત હવાળી થયેલી અને રંભાથી પણ અધિક રૂપવાળી તે નવી પરણેલી પ્રિયા સાથે કુમાર કીડા કરવા લાગ્યો. ઈચ્છા પ્રમાણે ઉદ્યાન અને વાવ વિગેરેમાં કીડા કરે તે કુમાર દેવની જેમ પાંચ પ્રકારનાં સર્વોત્તમ વિષયસુખને ભેગવવા લાગ્યો. કેઈ વખત પ્રિયા પાસે નૃત્ય કરાવિત, પિતે વણા વગાડતે તથા ભકિતવડે દેવગુરૂની સ્તુતિ કરતા તે કુમાર પ્રિયાને આનંદ પમાડી પોતે પણ આનંદ પામતે હતો. ગીત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust