________________ આઠમો સર્ગ. (173) દુઃખથી અત્યંત ભય પામી અને ધર્મ અને શીળ પાળવામાં દઢ ચિત્તવાળી થઈ. તેણીએ ગુરૂણીને કહ્યું કે–“હે ભગવતી ! તમે મને ઉપદેશરૂપી અમૃત આપી મારા અજ્ઞાનરૂપી વિષને નાશ કરી મને દુર્ગતિમાં પડતી બચાવી છે, તે તમે ઘણું સારું કર્યું છે.” ત્યારપછી તે સાધ્વીઓએ વિહાર કર્યો, તોપણ તે નંદિની ધર્મમાં તત્પર થઈ પ્રથમની જેમ મુતાવળી રત્નાવળી વિગેરે તપ કરવા લાગી, પરંતુ પેલી પાખંડિની પરિત્રાજિકા સાથે દઢ પ્રીતિને લીધે જે દઢ સંગ થયું હતું, તેને તેણુએ ત્યાગ કર્યો નહીં અને તે પાખંડિનીએ પણ તેણીને ભાવ જાણવાથી ફરીથી કુશળતાની પ્રેરણા કરી નહીં. આ પ્રમાણે પાખંડીનો પરિચય વડે સમતિની વિરાધના કરી હજાર વર્ષ સુધી શ્રાદ્ધધર્મનું પાલન કર્યા છતાં પણ તે નંદિની મારીને અ૫ સમૃદ્ધિવાળી ચંદ્રેવરી દેવી થઈ. સમ્યકત્વાદિકની વિરાધના કરવાથી વૈમાનિક દેવનાં સુખ પામી શકી નહીં. આ પ્રમાણે તે દેવીએ પિતાને પૂર્વભવ જાણી, મુનિને નમસ્કાર કરી, તેને પિતાને વૃત્તાંત કહીને પ્રતિબંધ પામી, સમતિ ગ્રહણ કર્યું, તે દેવીએ ચાર માસ સુધી તે મુનિની સેવા કરી. ચાતુર્માસ પૂર્ણ થયે મુનિએ અન્યત્ર વિહાર કર્યો. પછી જેનધર્મને પામેલી તે ચંદ્રેશ્વરી દેવી નિરંતર સંઘની રક્ષા વિગેરે કરવાવડે જિનશાસનની પ્રભાવના કરવા લાગી. . એકદા લેકના મુખથી તે ચંદ્રેશ્વરી દેવીને પ્રભાવવાળી સાંભળીને રતિસુંદરી રાજપુત્રી પિતાને યોગ્ય વર પામવાની ઈચ્છાથી અને પિતાની ચિંતા દૂર કરવાના હેતુથી તે દેવીની પૂજા કરવા લાગી. કેટલેક કાળે તે દેવી તુષ્ટમાન થઈ, તેથી તેણીએ એકદા સ્વપ્નમાં તેણીને સ્કુટ રીતે કહ્યું કે-“જ્યારે તું રાજાની પાસે નૃત્ય કરીશ ત્યારે ત્યાં બે પુતળીઓ એક સ્તંભ ઉપરથી ઉતરીને વીણાને વગાડનાર જે પુરૂષને બે ચામરવડે વીંઝે, તે અર્ધચકી જે પુરૂષ તારે ભર્તાર થશે, અને તેજ તારે પૂર્વભવને પણ સ્વામી છે. આ પ્રમાણે સાંભળી:રતિસુંદરી પ્રાત:કાળે જાગૃત થઈ હર્ષ પામી. પછી સ્નાનાદિક કરી. તેણીએ જિનેશ્વરની તથા તે દેવીની પૂજા કરી, ત્યારથી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust