________________ (14) જયાનંદ કેવળ ચરિત્ર. પૂર્વભવના પતિવિના બીજા કોઈને જેતી (વિચારતી) પણ નહોતી. તેણીના મહેલમાં નેકરવર્ગ પણ પ્રવેશ કરી શકતે નહીં, ત્યાં જતા આવતા પુરૂષોને દાસીએજ દૂર કરતી હતી. * * આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી એકદા મહારાષ્ટ્ર દેશમાંથી નાટયકળામાં અત્યંત નિપુણ એક વિજયા નામની નટી પિતાને લાયક ઘણું પરિવાર સહિત તે નગરમાં આવી. તેણીએ રાજમહેલને દરવાજે ચારિ (જન) અને પાણી મૂકીને પોતાની પ્રતિજ્ઞા જાહેર કરી કે—-“જે કઈ મને નાટયકળામાં જીતે તેની હું દાસી થાઉં. અને જે હું જતું તો તેને હું દાસરૂપ કરું.” આવી તેણીની પ્રતિજ્ઞા રાજાએ પડહ વગડાવી આખા નગરમાં જાહેર કરી. પરંતુ તેણીને જીતવાની ઈચ્છાવાળે કોઈ પણ પ્રગટ થયો નહીં. ત્યારે રાજા પિતાનું નગર કળાથી ન્યૂન છે એમ જાણું ખેદ કરવા લાગ્યા. આ હકીકત જાણું પિતાનો ખેદ દૂર કરવા માટે રતિસુંદરીએ આવીને કહ્યું કે-“હે પિતા ! એ નટીને હું કીડામાત્રમાં જ જીતી લઈશ; પરંતુ પુરૂષની સભા વચ્ચે હું નૃત્ય કરીશ નહીં.” તે સાંભળી રાજાએ કહ્યું કે–“સર્વ પુરૂ દૂર રહેશે, અને હું થોડા સભાસદો સહિત સભામાં બેસીશ, એટલે તારે મારી આગળજ નૃત્ય કરવું.” આ પ્રમાણે પિતાનું વચન અંગીકાર કરી તથા નૃત્યને દિવસ નક્કી કરી રતિસુંદરી પોતાના મહેલમાં ગઈ. : - પછી નૃત્યને દિવસ આવ્યો ત્યારે રાજાએ વિજ્યાને લાવી. તે વખતે રતિસુંદરી પણ રાજાની આજ્ઞાથી સુખાસનપર આરૂઢ થઈ નાટ્યની સામગ્રી લઈ અલ્પ પરિવાર સહિત રાજસભા તરફ ચાલી. તે વખતે તેણુને કાંઈક ચિંતા થઈ કે- “મારા વીણાવાદકે મારા નૃત્યને ચગ્ય નથી” એમ વિચારતી તે આગળ ચાલી. તે વખતે તેણીની દાસીઓ માર્ગમાં ચાલતા પુરૂષોને વારંવાર શીધ્રપણે દૂર ખસેડતી હતી; તેવામાં ચોટાની મધ્યમાં આવેલા શ્રીવિલાસકુમારે આ પ્રમાણે વ્યવસ્થા જઈ આશ્ચર્ય પામી “આ શું છે?” એમ પાસે રહેલા કેઈ મનુષ્યને પૂછ્યું, ત્યારે તે મનુષ્ય તેને રતિસુંદરીને તે દિવસ સુધી સર્વ વૃત્તાંત કહો. તે સાંભળી કુમાર પતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust