________________ (172). જયાનંદકેવળ ચરિત્ર. " रागाद्वा द्वेषाद्वा मोहाद्वा वाक्यमुच्यते मनृतम् / यस्य तु नैते दोषास्तस्यानृतकारणं किं स्यात् / / " * " રાગથી, દ્વેષથી કે મેહથી અસત્ય વચન બોલાય છે, પરંતુ જે (તીર્થકર ) ને તેમાંનો એકે દોષ નથી, તેને અસત્ય બોલવાનું શું કારણ છે? બીલકુલ નથી.” - હે વત્સ ! જિનેવરે એવું કહ્યું છે કે--કુશીળપણાથી પુરૂષો અને સ્ત્રીઓને આ ભવમાં આપત્તિઓ પ્રાપ્ત થાય છે અને પરભવમાં નરકને વિષે અગ્નિરૂપ કરેલા પુરૂષ અને સ્ત્રીના આલિંગનાદિકવડે અત્યંત દુખ પ્રાપ્ત થાય છે, તેમજ શીળનો ભંગ કરનારી સ્ત્રી મરીને બીજા ભવમાં તિર્યંચને વિષે ગધેડી, ઉંટડી, ઘડી, મૃગી ભુંડણું અને બકરી વિગેરે થઈ ભારવહનાદિક ઉગ્ર દુઃખને પામે છે. ત્યાર પછી કોઈપણ પ્રકારે મનુષ્ય ભવ પામે તો પણ તેમાં વંધ્યા, નિંદુ, વિષકન્યા, બાળવિધવા, કુરંડા, દુર્ગધા, દુભેગા-દુર્ભાગ્યવાળી, કદરૂપી, કટુ ભાષાવાળી, નિને વિષે રેગવાળી, કુષ્ઠાદિક રેગવાળી, હીન અંગવાળી, કળા વિનાની, શૂરતા વિનાની (નિબળ), નીચ કુળવાળી, પરાભવ પામનારી, દુએ જીવનારી, અલ્પ આયુગવાળી અને પિતાના વહાલા પુત્રાદિકના વિયેગવાળી થાય છે. આ રીતે કુશળતાદિક દોષે કરીને સ્ત્રી ચિરકાળ સુધી ઉગ્ર દુઃખોને અનુભવે છે. પ્રથમ તે સ્ત્રીનો ભવજ નિંદ્ય છે, તેમાં પણ જે વિધવાપણું પ્રાપ્ત થાય તે અત્યંત દુખ કરનારું છે. તેમાં પણ અનુક્રમે બાલ્યાવસ્થા, પુત્ર રહિતપણું, નિર્ધનપણું અને ધર્મ રહિતપણું એ ચાર આપત્તિમાં પાપકર્મો નાંખેલા પિતાના આત્માને, સમુદ્રમાં પડેલા મનુષ્યને વહાણવડે જેમ બહાર કાઢે તેમ તું તારા આત્માને શીળવડે બહાર કાઢ.” આ પ્રમાણેનાં ગુરૂણનાં વચનો સાંભળી તે નંદિની નરકનાં * 1 અગ્નિથી તપાવેલાં લોઢાનાં પુતળાને આલિંગન કરાવે છે એ વિગેરે દુઃખો પ્રાપ્ત થાય છે. - 2 મરેલા બાળકને જણનારી, - , ; ; * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust