________________ જયાનદ કેવળા ચરિત્ર. * ' હવે તે નંદિનીના પાડેશમાં એક સાવિત્રી નામની બ્રાહ્મણ રહેતી હતી. તેને યજ્ઞદત્ત નામે પુત્ર હતો અને તેને અંજના નામે પ્રિયા હતી, પરંતુ તે સ્ત્રી તેને રૂચતી નહોતી. એકદા નંદિનીના પિતા સ્વર્ગે ગયા પછી નંદિનીને હમેશાં જેવાથી તે યજ્ઞદત તેણીની ઉપર રાગી થયે; પરંતુ તેની પ્રાપ્તિ નહીં થવાથી તેનું શરીર અત્યંત કૃશ થયું. એકદા માતાના પૂછવાથી તેણે લજજાને ત્યાગ કરી પિતાને અભિપ્રાય જણાવ્યો. ત્યારે માતાએ તેને કહ્યું કે“તું ખેદ ન કર, હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” પછી તે સાવિત્રીએ નંદિનીને વિશ્વાસ પમાડી એકાંતમાં કહ્યું કે-“હે પુત્રી! તું ભાગ્યવંત છે કે જેથી મારે યુવાન પુત્ર તને ચાહે છે; તેથી કામદેવ જેવા રૂપવાળા તેનો આશ્રય કરી તું તારું વન કૃતાર્થ કર. આ તારું લાવણ્ય ભરેલું રૂપ અને વૈભવ વડે ઉન્મત્ત થયેલું આ તારૂં વૈવન પતિ વિના નિષ્ફળ છે; કેમકે ભાગ તો અત્યંત દુર્લભ છે. તો હે મુગ્ધા ! વૃદ્ધાવસ્થાને એગ્ય એવા તપવડે આ ભેગને એગ્ય એવા વિન વયને ફેગટ કેમ ગુમાવે છે ? તારો પતિ બાલ્યાવસ્થામાં મરી ગયો છે તેથી તેને પરપુરૂષ સંબંધી દોષ લાગશે નહીં. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે - "पत्यौ प्रव्रजिते क्लिबे, प्रणष्टे पतिते मृते / पञ्चवापत्सु नारीणां, पतिरन्यो विधीयते // " પતિ પ્રવર્જિત થયો હોય, નપુંસક હોય, નાશી ગયો હોય, જ્ઞાતિભ્રષ્ટ થયા હોય અથવા મરણ પામ્યા હોય–આ પાંચ આપત્તિમાં સ્ત્રીઓ બીજે પતિ કરી શકે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી ઉત્તમ શ્રાવિકા નંદિની ક્રોધ પામીને બોલી કે-“હે મૂઢ! તને ધિક્કાર છે, ધિક્કાર છે. કર્ણથી ન સંભળાય તેવું કઠોર વચન તું કેમ બેલે છે? પ્રાણનો નાશ થાય તો પણ સતી સ્ત્રીઓ મુકિતને આપનારા શીળને શું લેપ કરે ? બને લેકમાં વિરૂદ્ધ એવા કાર્યને વિષે કર્યો બુદ્ધિમાન માણસ પ્રવૃત્તિ કરે ? કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust