________________ (166), જયાનંદ કેવળી ચરિત્ર. ભોજન કરાવી તે પુત્રીનું રતિસુંદરી નામ પાડ્યું. રાજાને અત્યંત વહાલી અને મનુષ્યના નેત્રના ઉત્સવરૂપ તે કન્યા ધાત્રીઓથી પાલન કરાતી કલ્પલતાની જેમ વૃદ્ધિ પામવા લાગી. તે કન્યાના વયની સાથે સ્પર્ધાએ કરીને જ જાણે વધતા હોય તેમ રૂપ, સંદર્ય, લાવશ્ય, દાક્ષિણ્ય અને વિનય વિગેરે ગુણે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. તે કન્યા કળા ગ્રહણ કરવાને ગ્ય એવી ચતુરઇવાળી વય પામી ત્યારે રાજાએ તેને સર્વોત્તમ કળાચાર્યને સંપી. બુદ્ધિવડે સરસ્વતીને જીતનારી અને વિનયરૂપી સંપદાના પાત્રરૂપ તે કન્યાને કળાચાર્યે થોડા દિવસમાં જ સર્વ કળાઓ શીખવી દીધી; તેથી અનુક્રમે ચોસઠ કળામાં નિપુણ, ત્રણ વર્ગ (ધર્મ અર્થ અને કામ) ના શાસ્ત્રને જાણનારી, સમગ્ર વિજ્ઞાનને સમજનારી, નીતિની રીતિમાં હશિયાર, સમ્યગદર્શનવાળી અને તત્ત્વને જાણનારી તે ચંદ્ર સરખા મુખવાળી કન્યા બીજી સરસ્વતી દેવીજ હોય એવી થઈ. પરંતુ ગર્વાદિકને લેશ પણ તે પામી નહીં. પૂર્વજન્મના સંસ્કારને લીધે તેમજ જૈનધમી આચાર્ય ભણાવનાર હોવાથી તે કન્યા જૈનધર્મમાં અધિક આસકત થઇ તથા પંચ પરમેષ્ઠીને વિષે પૂર્ણ ભકિતમાન થઈ. . આવા રૂપ અને ગુણવાળી કન્યા આ જગતમાં પ્રથમ કેઈ હતી કે નહીં ? અથવા ભવિષ્યમાં કઈ થશે કે નહીં? તે જાણવા માટે જ સરસ્વતી દેવીએ પોતાના હસ્તમાં પુસ્તક ધારણ કર્યું હોય તેમ જણાય છે. આવી સર્વથી અધિક રૂપવાળી તે કન્યાને યોગ્ય વર જેવાને માટે રાજાએ દરેક દિશામાં દૂતો મેકલ્યા, પરંતુ તે કન્યાની સમાન રૂપવાળ કઈ પણ વર તેમને મળ્યો નહીં. : એકદા આ કન્યા ઉપર બીજી રાણીઓની ઈર્ષ્યા જોઈને રાજાએ રતિમાળા પ્રિયાને નગર પાસેના બાહ્ય આવાસ (મહેલ) માં રાખી અને તેની પાસે પૂર્વે ભણેલી કળાના અભ્યાસની સ્થિરતાને માટે રતિસુંદરી કન્યાને મૂકી; તથા તે બંનેના નિર્વાહ માટે જોઈતું ધન પણ આપ્યું. - તે નગરના ઉદ્યાનમાં એક ચિત્ય હતું. તેમાં તે રાજાની ચંદ્રશ્વરી નામની કુળદેવી મહા પ્રભાવવાળી હતી, તેથી તેને સર્વ લેકે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust