________________ આઠમો સર્ગઃ - (17) પૂજતા હતા. એકદાતે ચૈત્યમાં કેઈ અપ્રમત્ત મહામુનિ ચાર માસના ઉપવાસ કરી સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર થઈને રહ્યા. તેના ગુણો જોઈને રંજીત થયેલી દેવીએ તેના સ્વાધ્યાયના અર્થને વિચાર કરતાં પૂર્વ ભવના સંસ્કાર જાગૃત થવાથી પોતાને પૂર્વભવ જ્ઞાનવડે જાયે. તે આ પ્રમાણે– નંદિપુર નામના પુરમાં દેવશર્મા નામે બ્રાહ્મણ હતા. તેને અત્યંત રૂપવાળી નંદિની નામની પુત્રી હતી. તેણીને સુશર્મા નામને બ્રાહ્મણ પરણ્યા હતા. પરણ્યા પછી એક વર્ષ વ્યતીત થયે દૈવયોગથી તે સુશર્મા મરણ પામ્યા. “સંસારની સ્થિતિ આવી જ છે.” પછી દુઃખી થયેલી પુત્રીને પિતાએ બોધ પમાડી પિતાને ઘેર રાખી. એકદા તેના ઘરની પાસેના ઉપાશ્રયમાં ધર્મગુપ્ત નામના ગુરૂમહારાજ આવીને રહ્યા. તેમણે પ્રતિબંધ કરી તે દેવશર્માને શ્રાવક કર્યો. તેની પુત્રી નંદિની પણ સમતિ સહિત અણુવ્રતને અંગીકાર કરી શીલવતવડે શેભતી શ્રાવિકા થઈ. તથા સાધ્વીઓ પાસેથી શીખીને ધર્મક્રિયા કરવામાં પણ નિપુણ થઈ. તે પિતાની આજ્ઞાથી તપ કરવા લાગી અને કેટલુંક જિનાગમ પણ ભણી. તે છે આવશ્યક કરવામાં તત્પર રહેતી, દેવગુરૂની ભકિત કરતી અને અલ્પ આરંભ કરતી. એ રીતે તે ઉત્તમ શ્રાવિકા બની. તેણને અભ્યાસાદિકમાં તત્પર જોઈ તેમાં વિઘની શંકાને લીધે પિતાએ તેને ઘરનાં સર્વ કાર્યમાંથી છૂટી કરીને કેવળ ધર્મમાંજ જેડી દીધી. કેટલાક કાળ ગયા પછી ગુવાદિક સામગ્રીના અભાવે અભ્યાસાદિક અને ધર્મક્રિયા નહીં થવાથી તેના ઘરની પાસે રહેલા એક મઠમાં વસનારી કઈ પરિત્રાજિકાની મનહર વાતે વિગેરે સાંભળી તેનંદિની આનંદ પામવા લાગી અને તેણીની સાથે ગેઝી વિગેરે કરવા લાગી. તે જોઈ તેણીના પિતાએ “હે પુત્રી ! પાખંડીને પરિચય કરવાથી સમકિતમાં અતિચાર લાગે, માટે તેને વિશેષ પરિ ય તારે કરવો નહીં.” એમ કહી નિષેધ કર્યા છતાં ગાઢ પ્રીતિવડે છેતરાયેલી હોવાથી તે નંદિનીએ તેણીને સંગ છેડ્યો નહીં. સ્ત્રીઓને સ્વભાવજ એ હેય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust