________________ (18) જયાનંદ કેવળ ચરિત્ર. પરંતુ માત્ર ભુજારૂપ શસવાળા આ કુમારે મને જીતી લીધો. પછી મેં માયાવડે હાથીનું રૂપ કર્યું, તેના પર ચડેલા કુમારને હું અહીં લાવતો હતો, તેવામાં તે એક વટવૃક્ષને વળગી પડ્યો, ત્યારે તમારું હિત કરવાની ઈચ્છાથી હું તેને વટ સહિત મહાકષ્ટ અહીં લાવ્યો. સંદર્ય, ઉદારતા, શૂરવીરતા, ઉપકાર અને સદ્ધર્મ વિગેરે ગુણોએ કરીને આ કુમાર તુલ્ય બીજે મનુષ્ય જણાતો નથી. એમ મેં સાક્ષાત્ અનુભવ્યું છે. જૈતુકથી અદશ્ય રીતે અહીં આવીને મેં કુળપતિને સ્વરૂપમાં લાવ્યા એ વિગેરે સર્વ હર્ષ સહિત જોયું છે. તથા તેણે તમને આહંત ધર્મને ઉપદેશ આપે, તે પણ મેં સાંભળ્યો છે, તેથી બધ પામેલા મેં હર્ષિત થઈ મારા પૂર્વભવને યાદ કર્યો છે. તે આ પ્રમાણે છે - ધન્યપુર નામના નગરમાં પહેલાં ધન્ય નામનો એક ધનીક વણુક રહેતો હતો. તેને વસુમતિ નામની સતી ભાર્યા હતી. એકદા શ્રાવકના સંસર્ગથી તે શેઠને એક મુહૂર્ત માત્ર સદ્ગુરૂને સમાગમ થર્યો. તેની પાસે ઉપદેશ સાંભળી તેણે સમક્તિ સહિત શ્રાવકધર્મ અંગીકાર કર્યો. એકદા તેની સ્ત્રીના શરીરે વ્યાધિ ઉત્પન્ન થયે. તેની શાંતિને માટે તેણે ઉત્તમ વૈદ્યો પાસે ચિકિત્સા (દવા) પણ કરાવી. વૈદ્યોએ કહેલા વીર્યવાળા વિવિધ પ્રકારનાં ઔષધો કર્યા છતાં તેના શરીરે કાંઈ પણ ગુણ દેખાય નહીં. પ્રિયાપરના દઢ પ્રેમને લીધે માંત્રિકાદિકને પણ પૂછ્યું, ત્યારે તેઓએ પોતપતાના આમ્નાય પ્રમાણે અનેક ઉપાયે કર્યા, તેનાથી પણ તેને કાંઈ ગુણ થયે નહીં. ત્યારપછી તેણીના સ્નેહમાં અત્યંત ઘેલો થયેલ તે નગરમાં ભમતો ભમતે ઠેકાણે ઠેકાણે જટાધારી તથા કાપડીઓને પણું કહેવા લાગ્યું કે–“કોઈ પણ પ્રકારના પ્રગો વડે જે કઈ મારી પ્રિયાના વ્યાધિનો પરાજય કરશે-વ્યાધિ મટાડશે તેને હું એક લક્ષ રૂપીયા આપીશ.” તે સાંભળી કેઈક જટાધારી યોગીએ ત્યાં આવી તેને કહ્યું કે “હે શેઠ ! જે તમે સત્ય પ્રતિજ્ઞાવાળા હો અને મારી ભક્તિ-પૂજા કરે તે હું તમારી પ્રિયાને શિધ્રપણે રોગ રહિત કરૂં?” તે સાંભળી તેણે તેનું વચન આદરથી અંગીકાર કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust