________________ (160) જ્યાનંદ કેવળ ચરિત્ર કોટિ ધનનો ત્યાગ કરી ત્યાગી થયેલા અને નિ:શંકપણે નિશ્ચી આસને રહી ધ્યાનમાંજ તત્પર રહેલા ધનેશ્વર નામના પરિવ્રાજકને મેં જોયા. તે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે તેમની સાથે મારે પ્રીતિ હતી, તેથી તેને નમવા આવેલા લોકો પાસે “આ મહા ત્યાગી, તપસ્વી અને ધ્યાની છે” એમ કહેવાવડે મેં તેની સ્તુતિ કરી. તે સાંભળી “અહો ! શ્રાવકેએ પણ આ સ્તુતિ કરવા લાયક છે” એમ માની રાજા વિગેરે સર્વ લેક તેને માનવા પૂજવા લાગ્યા. આ પ્રમાણે સમકિતના ચેથા અતિચારવડે મિથ્યાત્વની પ્રવૃત્તિ કરવાથી મેં સમતિની વિરાધના કરી, તેથી હું મરીને અહીં મિથ્યાષ્ટિ ક્ષેત્રપાળ થયો છું. કેમકે સમકિતનું શુદ્ધ રીતે આરાધના કરવાથી તે અવશ્ય વૈમાનિક દેવ જ થવાય છે. કહ્યું છે કે - " सम्मदिठी जीवो, विमाणवजं न बंधए आउं / / जइ न वि सम्मत्तजढो, अहव न बद्धाउओ पुधि / / " સમ્યગ્દષ્ટિ જીવ જે પિતે સમતિનો ત્યાગ ન કર્યો હોય અથવા સમકિત પામ્યા પહેલાં પરભવનું આયુષ્ય બાંગ્યું ન હોય તે તે વૈમાનિક દેવ વિના બીજું આયુષ્ય બાંધતો જ નથી.” તથા– "विराधिते च सम्यक्त्वे, नीचदेवत्वमश्नुते / दुर्लभा चास्य बोधिः स्यादनन्तश्च भवभ्रमः // " * જે સભ્યત્વની વિરાધના કરી હોય તો તે નીચ જાતિના દેવપણું પામે છે, અને તેને પરભવમાં બેધિ પ્રાપ્ત થવી દુર્લભ થાય છે, તથા તેને અનંત ભવભ્રમણ કરવું પડે છે.” | મેં તે ધર્મની આરાધના કરતાં માત્ર અતિચારજ લગાડ્યો હતો, તેથી હું દુર્ગતિ (નરક) માં ગયે નહીં, અને હમણાં બેધિ પણ પામ્યો, તમારે કહેલો ધર્મ સાંભળી મારે પૂર્વને સંસ્કાર જાગૃત થયો, તેથી જ્ઞાનવડે પૂર્વનું વૃત્તાંત સર્વ મેં જાણ્યું અને તે તમને હમણું કહી બતાવ્યું. હે બંધુ ! તમે જ મારા ઉપકારી . મિત્ર છે, બંધુ છો અને ગુરૂ છે. હવે મને તમે સમકિત ઉચ્ચરાવે તથા ઉચિત એવા નિયમે આપે.” આ પ્રમાણે તે દેવનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust