________________ ( ૧પર) જયાનંદ કેવળી ચરિત્ર. ઉપાર્જન કરે છે, તે પાપને વિલએ કરીને દાન કરતો દાતા દૂર કરી શકતો નથી. અર્થાત્ દાતા પણ જે વિલંબ કરે તો તેટલું જ પાપ બાંધે છે.” " याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य / तेन भूमिरिह भारवतीयं, न द्रुमैन गिरिभिन समुद्रैः // " “જેને જન્મ યાચક જનોના મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે નથી, તેવા પુરૂષથી જ આ પૃથ્વી ભારવાળી છે; કાંઈ વૃક્ષેથી, પર્વતાથી કે સમુદ્રોથી ભારવાળી નથી. તેનો ભાર પૃથ્વીને લાગતા જ નથી.” " मीयतां कथमभीप्सितमेपां, दीयतां द्रुतमयाचित एव / ___ तं धिगस्तु कलयन्नपि वाञ्छा-मर्थिवागवसरं सहते यः / / " " અથજનાની ઈચ્છા શી રીતે જાણી શકાય ? જે જાણી શકાય તો તેણે યાચના કર્યા પહેલાં જ શિધ્રપણે આપો. અથની ઇચ્છા જાણ્યા પછી પણ જે દાતાર તે યાચકની વાણીનો અવસર સહન કરે છે, (એટલે કે યાચક માગશે ત્યારે હું આપીશ એમ તેના વચનની જે દાતાર રાહ જુએ છે) તેને ધિક્કાર છે.” આની ઈચ્છાને હું શી રીતે જાણું, અને માગ્યા પહેલાં શી રીતે તેનું વાંછિત આપી શકું?” એમ ત્રણ પ્રકારના વીરજનેમાં શિરોમણિભૂત કુમાર વિચારતો હતો, તેટલામાં તે પરિવ્રાજક હર્ષથી બલ્ય કે-“તમારે અસાધ્ય કાંઈ પણ નથી, તમારાથી બીજે કોઈ ઉત્તમ શૂરવીર અને પરોપકારી નથી. હું મારો વૃત્તાંત કહું છું તે તમે સાંભળો –ગંગાને કિનારે ભદ્રદત્ત નામના ગુરૂ હતા, તેમને હું ગંગદત્ત નામનો શિષ્ય છું. ગુરૂએ આપેલા ઔષધિક૯૫ના પુસ્તક ઉપરથી હું અનેક ઓષધિને જાણું છું અને તે વિવિધ પ્રકારની ઔષધિઓ મલયાચળ પર્વત પર છે. પરંતુ તેનો કપ સમ્યક્ પ્રકારના વિધિથી સાધેલ હોય તો જ તે ઓળખીને લઈ શકાય છે. તેથી મેં વારંવાર ત્યાં જઈને તેની સાધના આરંભી 1 યુધ્ધવીર. દાનવીર અને ધર્મવીર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust