________________ (150) જયાનંદ કેવળી ચરિત્ર. મય એક સાત માળને સુંદર પ્રાસાદ બનાવ્યા, અને તેને સ્વાદિમ, ખાદિમ વિગેરે પદાર્થોની સામગ્રીવડે પરિપૂર્ણ કર્યો. તે પ્રાસાદમાં ઇચ્છિત વસ્તુને આપનાર દેવના પરિવારથી સેવા, અસરાથી પણું અધિક રૂપવાળી અને અપૂર્વ નેહવાળી નવી પરણેલી પત્નીની સાથે વિલાસ કરતા અને દેવની જેમ મનહર ભેગસુખને અનુભવો તે કુમાર તાપસને પ્રાપ્ત થયેલા ધર્મમાં વૃદ્ધિ કરવાની ઈચ્છાથી સુખે કરીને કેટલાક દિવસ રહ્યો. અને નિરંતર પથંકપર બેસીને આકાશ માર્ગે વિવિધ તીર્થોને વાંદવા લાગે. કોઈ વખત પત્ની સહિત અને કોઈ વખત તેનાથી રહિત એકલે પણ તે કુમાર દેવની જેમ નદી, સમુદ્ર અને વનાદિકમાં ઈચ્છા પ્રમાણે કીડા કરવા લાગ્યો. ગ્ય અવસરે તે કુમાર તે તાપને જૈનધર્મની કિયા સભ્ય પ્રકારે શીખવતો હતો, તથા જૈન દીક્ષા અને તેનું ફળ પણ તેમને બતાવતા હતા. તેથી તેઓ અનુક્રમે સિદ્ધાંતને ભણી, સર્વકિયાનુકાનના જાણકાર થઈ અને અહંતુશાસનમાં નિપુણ થઈ સર્વવિરતિ (ચારિત્ર) લેવા તૈયાર થયા. આ પ્રમાણે મનુષ્ય ધર્મના મહા પ્રભાવથી સર્વ પ્રકારની સ્થિતિ અને સર્વ પ્રકારના ભેગના વેગને પ્રાપ્ત કરે છે, દેવતાઓ પણ તેમની સેવા કરે છે, અને તેમને દેવની જયલક્ષ્મીવડે પ્રોઢ એવાં સુખો તેની મેળે જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે તપગચ્છના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા શ્રીયાનંદ રાજર્ષિ કેવળીના જયશ્રીના ચિન્હવાળા ચરિત્રને વિષે શ્રી જયાનંદ કુમાર દેશાંતરમાં ગયા. ત્યાં તેમપુર નગરના ઉદ્યાનમાં રહેલા દુર્જય ભુંડને જીતી તાપસના આશ્રમમાં ગયા. ત્યાં સુવર્ણ જટી કુળપતિ વિગેરે પાંચસો તાપસને તથા ગિરિચૂડ યક્ષને પ્રતિ બંધ કર્યો, કુળપતિની પુત્રી તાપસસુંદરી નામની ત્રીજી પત્નીને પરણ્યા અને આકાશગામી ૫ઘંકના પ્રભાવથી વિવિધ તીર્થોને વિદ્યા–એ વિગેરે હકીક્તવાળો આ સાતમે સર્ગ સમાપ્ત થયે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust