________________ (156) જયાનંદ કેવળી ચરિત્ર. નાખી અને આખા શરીરે વ્યથા ઉત્પન્ન કરી, એટલે તે હસ્તી તત્કાળ નાશી ગયે. પછી તે બનેએ સિંહનાં રૂપ કરી પુંછડા પછાડવાથી પર્વતને પણ ભાંગી નાખે તેવું વિવિધ પ્રકારનું યુદ્ધ કર્યું : તેમાં પણ છેવટ સિંહરૂપી દેવ પરાજિત થયો. ( આ પ્રમાણે સર્વ યુદ્ધોમાં કુમારને દુર્જય જાણું અત્યંત કાપ પામેલે દેવ આખા જગતને ભય કરનારું રૂપ ધારણ કરી પ્રગટ થયો. તે રૂપમાં તાડવૃક્ષ જેવી મોટી અને જાડી જંઘાઓ કરી, પતની ગુફા જેવું પિટ કર્યું, જાડી અને પહોળી શિલા જેવી છાતી કરી, લાંબી અને પાતળી ડોક કરી, કડાયાંના તળીયાં જેવું મુખ કર્યું, ખીલા જેવી દંતપંક્તિ કરી, બળતી સઘડી જેવાં નેત્રો કયો, જાડી નાની અને ચપટી નાસિકા કરી, વટવૃક્ષની શાખા જેવા મેટા અને જાડા ભુજદંડ કર્યો, ત્રણ ખુણાવાળું મુઢા જેવું મસ્તક કર્યું ? પીળા અને જાડા કેશ કર્યો, નમી પડેલા ગાલ કર્યો, રાફડાના બિલ (છિદ્ર) જેવા કાન ક્ય, શરીરની નસો જાડા દોરડા જેવી કરી, લાંબી લેખણની જેવી આંગળીઓ કરી. ચૂલે મૂકેલા પાત્રના તળીયાની મેષ જેવો કાળો શરીરનો વર્ણ કર્યો, આવું ભયંકર અને બીભત્સ રૂપ વિકુવ્યું. પછી પોતાના નાદવડે ગુફાઓને ગજાવવા લાગ્યા. એક હાથમાં ડમરૂક મણિને, બીજા હાથમાં કુંફાડાના શબ્દવડે આકાશ અને પૃથ્વીને પૂર્ણ કરતા તથા ભયંકર ફણાના આડંબરને કરતા એવા સર્પોને, ત્રીજા હાથમાં મુલ્ગરને અને ચોથા હાથમાં ખને ધારણ કરતો તથા હાથ પગના આઘાતવડે અને અટ્ટહાસવર્ડ દિશાઓને ગજાવતો તે બોલ્યો કે–“ હું આ પર્વતને સ્વામી મલયમાલ નામને ક્ષેત્રપાળ છું, મેં ભુંડ વિગેરેનાં રૂપ કરી તારી સાથે યુદ્ધક્રીડા કરી છે. અને મેં જે મારો પરાભવ દેખાડઘો, તે માત્ર કીડાની વૃદ્ધિને માટે જ દેખાડ્યો છે, તેટલાથી હે મૂઢ ! તું તારા આત્માને ફેગટ વિજયવાળો માનીશ નહીં. હજુ કાઈપણ વિનાશ પામ્યું નથી એટલે કે બગડી ગયું નથી, જે જીવવાની ઈચ્છા હોય તે હજુપણ ચાલ્યો જ. બીજાને માટે મરવાને ઈચ્છતા એવા તને બાળકને મારવાથી મને કાંઈ યશ મળવાનો નથી.... ... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust