________________ (68) જયાનંદ કેવળી ચરિત્ર. વિદ્યા આરાધી હતી, તેના બળથી તેણે વિષમ વૈરીઓને પણ જીતી લીધા. એ પ્રમાણે સર્વ રાજાઓને જીતી મહોત્સવવડે પિતાના નગરમાં જઈ ચકાયુધ રાજા ચકવતીની જેમ સંપૂર્ણ રાજ્યલમીને ભેગવવા લાગ્યા. અહીં બુદ્ધિમાન વલ્ડિંગ રાજા પોતે પરાભવ પામ્યા, ત્યારથીજ સંવેગ પામેલા અને સંસારથી વિરતિ પામેલ હોવાથી દીક્ષા લેવાની ઈચ્છાવાળે થઈ ગુરૂના આગમનની અત્યંત રાહ જેવા લાગ્યા. તેવામાં એકદા પિતાના જ પિતા ચાર જ્ઞાનને ધારણ કરનાર મહાવેગ નામના ગુરૂને પોતાના નગરના ઉદ્યાનમાં આવેલા સાંભળી તે રાજા હર્ષ પામ્યો. તરતજ ત્યાં જઈ તે ગુરૂને વાંદી બુદ્ધિના નિધાનરૂપ તે વહિવેગે સાતસો સ્ત્રી પુરૂષ સહિત તે ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રીચંદ્ર, વન્ડિગ અને સહસાયુધ આ ત્રણે રાજર્ષિએ ચારિત્રના પ્રભાવથી તે જ ભવમાં મોક્ષે ગયા. લંકાનો સ્વામી શતકંઠ પણ સંયમ લેવાથી પાંચ ભવે મોક્ષ પામે. આ પ્રમાણે છે પંડિત ! ચારિત્ર ધર્મનો પ્રભાવ તમે જાણો અને આદરે. નિષ્કલંક (શુદ્ધ) ગૃહીધર્મ પાળવાથી વિદ્યાધર રાજ ચકાયુધે આ ભવમાં ઉપમા રહિત મોટી રાજ્યલક્ષમી ભગવી. “શુદ્ધ ધર્મને મહિમા પ્રમાણ રહિત છે. સમુદ્રાદિકના જળ વિગેરે પ્રમાણવાળા હોય છે, કલ્પવૃક્ષ વિગેરે પરિમિત પ્રભાવવાળા હોય છે અને વૃક્ષો પણ પરિમિત ફળને જ આપનાર હોય છે, તેથી આ ત્રણે પ્રકારે પણ ધર્મની જયલક્ષમીનું પ્રમાણ થઈ શકતું નથી. આ પ્રમાણે તપગચ્છના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જ્યશ્રીના ચિન્હવાળા શ્રીજયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે સહસ્ત્રાયુધ વિગેરે ચાર રાજર્ષિના ચરિત્રવડે ચારિત્રધર્મના મહિમાના વર્ણનવાળે તથા શ્રાવકધર્મને પાળનાર શ્રીચકાયુધ રાજાના ચરિત્રના વર્ણનવાળો આ ત્રીજે સર્ગ સમાપ્ત થયા. 3. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust