________________ સાતમે સર્ગ. (128) વીરને જોઈ સુભગા ગ્લાનિ પામી, પરંતુ બાહ્યવૃત્તિથી તેણીએ હર્ષ અને સ્નેહ બતાવ્યું. કહ્યું છે કે - "चेतसा हसति रोदिति चाक्ष्णा, व्यत्ययं च कुरुते निजकार्यात् / दुवंशानपि वशीकुरुते नृन् , कस्यचिन हि वशा तु वशा. स्यात्॥" સ્ત્રી ચિત્તવડે હસે છે, નેત્રવડે રૂએ છે, પોતાના કાર્યને માટે તેથી વિપરીત પણ કરે છે અને વશ ન થઈ શકે તેવા પુરૂષોને પણ વશ કરે છે, પરંતુ સ્ત્રી પોતે કઈને વશ થતી નથી.” - સ્નેહ અને કામના ઉપચારવડે તેણીએ પતિના મનનું એવી રીતે રંજન કર્યું કે જેથી કોઈના હૃદયમાં કોઈપણ વિક૯પ થઈ શકે નહીં. પછી જ્યારે હરિવીર તેણીને લઈને જવાને તૈયાર થયો, ત્યારે તે સુભગા કપટથી ગાંડી થઈ. તેથી મસ્તક ધુણાવા લાગી, જેમ તેમ બોલવા લાગી, મેટે સ્વરે અટ્ટહાસ કરવા લાગી, નેત્રોવડે બીજાને બીહડાવવા લાગી, વાસણને ફેડવા-ભાંગવા લાગી, બાળાદિકને મારવા લાગી, પહેરેલા વાને ફાડવા લાગી, પોતાના અને પરના વિભાગ વિના સર્વને સારી નરસી ગાળો દેવા લાગી, કારણ વિના વારંવાર અત્યંત હસવા લાગી, રેવા લાગી, હાથની તાળીઓ પાડી નાચ કરવા લાગી, ઉંચે સ્વરે ગાયન કરવા લાગી, અને વચ્ચે વચ્ચે કઈ કઈ વખત જાણે શુદ્ધિને પામી હોય તેમ (ડાહ્યા માણસની જેમ) બોલવા લાગી કે–“ અરે ! પેલી વાવમાં કીડા કરતાં મારી આવી અવસ્થા થઈ છે.” આવી તેણીની ચેષ્ટા જઈ ખેદ પામેલા તેણીના માબાપ વિગેરે ભૂતાદિક દષની શંકાથી માંત્રિકાદિક પાસે વિવિધ પ્રકારના ઉપાયો કરાવવા લાગ્યા. તે વખતે તે સર્વ માંત્રિકે દેવીના, ગ્રહના, પ્રેતના, શાકિનીના અને વ્યંતર વિગેરેના દોષોને કહી પિતપિતાના આમ્નાય પ્રમાણે તેને પ્રતિકાર (ઉપાય) કરવા લાગ્યા. વૈદ્યો પણ ઉન્માદ, સંનિપાત વિગેરેને વ્યાધિ છે એમ કહી મેટા મિટા ઔષધ અને પ્રયોગો વડે ઘણા દિવસ સુધી ઔષધ કરવા લાગ્યા. 1 પરંપરાથી ચાલતા આવતા વિધિ પ્રમાણે. 17 : ' વાવ પ્રમાણે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust