________________ (138); જયાનંદ કેવળા ચરિત્ર. પરિત્રાજિકા ભિક્ષા માટે મારે ઘેર આવી, તેને મેં જોઈ તેની ગાંઠે કાંઈક સુંદર એષધિ બાંધેલી હતી. તે જાણી ચતુર એવી મેં તેને ઈચ્છિત વસ્તુ આપી તેની ભક્તિ કરી. આ રીતે હમેશાં તેની ભક્તિ કરવાથી તુષ્ટમાન થયેલી તેણીએ મને એકદા કહ્યું કે—“ તું હમેશાં મારી ભક્તિ શા માટે કરે છે? મને કાંઈક કાર્ય બતાવ, હું સર્વ કાર્ય કરવા સમર્થ છું.” ત્યારે મેં તેને કહ્યું કે –“હે માતા ! મને કામને વ્યાધિ અતિ વ્યથા કરે છે, તેથી મને મારા પ્રિયને મેળાપ થાય તે ઉપાય કરી આપ” ત્યારે તે પરિવ્રાજિકાએ મને એક ઔષધિવાળું લોઢાનું વલય આપી કહ્યું કે–“આ વલય સમીપે રાખવાથી તને કે તારા પતિને વિઘ કે વ્યાધિ થશે નહીં. તેમજ દુષ્ટ એવા તિર્યંચ, મનુષ્ય અને દેવે વિગેરે પણ વિન્ન કરવા સમર્થ થશે નહીં.” તે સાંભળી મેં હર્ષથી વ્યાપ્ત થઈ તેણુને પૂજી, નમસ્કાર કરી રજા આપી. “પછી હે પ્રિય! તે વલયના પ્રભાવથી હું નીરોગી થઈ અને તમારે સંગમ પણ પામી, પરંતુ તમે જ મારા નાથ છે, તેથી હું તમારું જ કલ્યાણ ઈચ્છું છું, તેથી કરીને સમય આથી તે વલય હું તમારા કંઠમાં નાખીશ. હમણાં તો તમારે ઓશીકે તે વલય મૂકું છું. હવે તમને મેં ચિરકાળ સુધી રતિની કીડાવડે ખેદ પમાડ્યા છે, તેથી વાનરાદિક થકી નિ:શંક થઈને તમે ક્ષણવાર સુખે સુઈ જાઓ.” એમ કહી તે વલય મને બતાવી મારે ઓશીકે મૂક્યું. તે વખતે તેણુના વચનથી મૂઢ થયેલ હું તેના પર વિશ્વાસ રાખી સુતે અને નિદ્રા પામ્યો. ત્યારે અવસર પામી તેણુએ તે વલય મારા કંઠમાં નાંખી દીધું. “પ્રાયે કરીને નિદ્રા વૈરીરૂપ જ છે.” પછી તરતજ હું જાગ્યે, એટલે મેં મારા આત્માને કપિરૂપે જે, અને તેને ત્યાં જોઈ નહીં. તેથી ખેદ પામી હું તત્કાળ તેણીની પાછળ દેડ્યો. થોડે દૂર ગયે, તેવામાં મધુકંઠની સાથે રથમાં બેસીને તેને જતી જોઈ તત્કાળ હું સ્નેહપૂર્વક દિન બની ગયે. મને જોઇ તેણીએ કહ્યું કે –“રે મૂઢ! એક પક્ષને સ્નેહ કેટલે લાંબે કાળ ચાલી શકે? પિતાદિકની પરાધીનતાને લીધે જ મેં તારી સાથે વિવાહાદિક કર્યું હતું, પરંતુ હું તે બોલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust