________________ જયાનંદ કેવળી ચરિત્ર, આ પ્રમાણે તાપસગુરૂની વાણી સાંભળી અધિક સવેગને પામેલે રાજા પોતાના પુત્રને રાજ્યપર સ્થાપના કરી હરિવર વિગેરે ઘણું માણસો સહિત જૈનધર્મને અજાણ હોવાથી તાપસ થયે. તે વખતે ગુરૂએ હર્ષથી તેનું સુવર્ણજટી નામ પાડ્યું. તે રાજાની સુરસુંદરી નામની પતિવ્રતા પટ્ટરાણ પ્રતિબંધ પામી, તેથી તાપસવ્રતમાં વિન થવાના ભયથી તેણીએ પિતાને ગુપ્ત ગર્ભ જણાવ્યું નહીં અને સંસારથી ભય પામેલી બુદ્ધિવાળી તેણીએ તે રાજાની સાથે જ તાપસી દીક્ષા લીધી. ત્યારપછી સુવર્ણ જટી વિગેરે પાંચસો તાપથી પરિવરેલા હેમજી તાપસ ગુરૂ ઉદ્યાનમાં જઈને તપ કરવા લાગ્યા. - એકદા સુરસુંદરી તાપસીનો ગર્ભ પ્રગટ થયો એટલે તેને તાપસપતિએ પૂછ્યું, ત્યારે તેણીએ સત્ય વાત જાહેર કરી. પછી સમય પૂર્ણ થતાં શુભ મુહૂર્ત મનોહર પુત્રીને તેણુએ જન્મ આપે. તેનું નામ તાપસુંદરી રાખવામાં આવ્યું. ઉત્તમ લક્ષણવાળી તે કન્યા પવિત્ર લાવણ્યની જાણે વેલડી હોય તેમ બીજી તાપસીએથી પાલન કરાતી વૃદ્ધિ પામવા લાગી. જ્યારે તે ઉમ્મર લાયક થઈ ત્યારે સદ્ગણવાળી અને બુદ્ધિથી સરસ્વતીને પણ જીતનાર એવી તેણીને તેના પિતાએ નેહથી ચેસઠ કળાઓ શીખવી. - કેટલોક કાળ ગયા પછી હેમજટી ગુરૂએ સુવર્ણજટીને સાધન સહિત આકાશગામી ૫ઘૂંક સંબંધી વિદ્યા અને પિતાનું ગુરૂપદ આપી ગવિધિથી પિતાના શરીરનો ત્યાગ કરી દેવશરીર પ્રાપ્ત કર્યું. ત્યારપછી સુવર્ણ જટી કુળપતિ થઈ સર્વ તાપસનું પાલન કરવા લાગ્યા. એકદા તે પર્વતના શિખર પર રહેલા તાપનું રક્ષણ કરનાર ગિરિચૂડ નામના યક્ષના ચૈત્યમાં તે યક્ષની પાસે સુવર્ણજટીએ વિધિ પ્રમાણે ઉપવાસ કરી, ધ્યાન, આસન વિગેરેવડે તે વિદ્યાની આરાધના કરવાનો પ્રારંભ કર્યો. તેને લાખ જાપ પૂર્ણ થયે ત્યારે એકવીશમે દિવસે તે યક્ષ અષ્ટમાન થયે. એટલે તેણે તેને ઈચ્છા પ્રમાણે આકાશમાં ગમન થઈ શકે એવો એક પયંક આપ્યો. પછી તે તાપસપતિએ તે યક્ષને નમસ્કાર કરી તેની સ્તુતિ કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust