________________ સાતમે સર્ગ. (141) પામે છે. તેથી કરીને આ લોક અને પરલોકમાં પણ તે તે પ્રકારના કર્મના વિપરીત પણાથી અવશ્ય નાશ પામનારા સુખને વિષે વિવેકીજનોને શી શ્રદ્ધા હોય ? પ્રાણીઓ વિષયસુખની સેવાને જ સુખ માની બેઠા છે અને તેની અપ્રાપ્તિને જ દુ:ખ માની બેઠા છે. અહો ! પ્રાણુઓની સ્થિતિ આશ્ચર્યકારક છે ! વિષયને વિષે સુખની આશા રાખવી તે વ્યર્થ છે, કારણ કે તે આશા જ પ્રાણીઓના દુઃખનું કારણ છે. તે આશાને જ વાગરા (જાળ) રૂપ કરી સ્ત્રીરૂપી શિકારીઓ પ્રાણીઓ રૂપી મૃગોને પકડે છે અને પછી હણે છે. જેમ આ સ્ત્રીએ તેના પિતાદિકને પણ છેતરીને આ મારા મિત્રને તિર્યંચ કર્યો, તેમ કદાચ કોઈ સ્ત્રી મને પણ તેવું કરે તો ફરીને આ મનુષ્યપણું ને ધર્માદિક કયાંથી મળે? આ હરિવર એક જ સ્ત્રીમાં રક્ત થવાથી આટલે દુઃખી થયો, તો હું જગતને છેતરનારી ઘણી સ્ત્રીઓને વિષે કેમ રમું છું–આનંદ પામું છું?” આ પ્રમાણે સંસારના સુખથી ઉદ્વેગ પામેલો રાજા વિચાર કરે છે તેટલામાં કોઈ રાજસેવકોએ આવી રાજાને વધામણ આપી કે–“હે સ્વામી ! જ્ઞાન અને ધ્યાનવડે મોટા એવા હેમજટી નાગના તાપસ ગુરૂ પરિવાર સહિત આપણા નગરની સીમાને વિષે આવીને રહ્યા છે.” તે સાંભળી ઘેબરમાં સાકર ભળ્યા જેવું માનતો તાપસભક્ત રાજા પરિવાર સહિત તેને નમવા ચાલ્યા. સીમાડે જઈ એક વૃક્ષની નીચે બેઠેલા તે તાપસને રાજાએ નમસ્કાર કર્યા, તેણે પણ તેને આશીર્વાદ આપે, એટલે રાજા યોગ્ય સ્થાને બેઠે, તેને તે તાપસે ધર્મોપદેશ આપે કે–“ડાહ્યા પુરૂષોએ આ પ્રાપ્ત થયેલ મનુષ્યદેહ કષ્ટકારક કામગવડે ક્ષય પમાડે ચોગ્ય નથી. કેમકે તે કામગો વિષ્ટા ખાનાર પ્રાણીઓને જ લાયક છે. આ મનુષ્ય દેહ શુદ્ધ એવા ઉત્તમ તપવડે જ લાઘા પમાડવા લાયક છે. કેમકે તેવા તપવડે આ આત્મા મુક્તિના સુખને પામી શકે છે. લક્ષમી ચપળ છે, આયુષ્ય અ૯પ છે, સ્વજનો સ્વાર્થમાં જ (પોતાનું કાર્ય સાધવામાં જ) તત્પર છે, શરીર નાશવંત છે અને સ્ત્રીઓ અતિ કુટિલ છે, તે પરાભવ, ભય અને વિઘથી ભરેલા આ સંસારને વિષે સુખ ક્યાંથી હોય?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust