________________ સાતમે સર્ગ. (143) પારણું કર્યું. પછી વિમાનપર આરૂઢ થયેલા વિદ્યાધરની જેમ તે પથંકપર આરૂઢ થઈ તે તાપસપતિ પિતાની ઈચ્છા પ્રમાણે દૂર એવા પર્વત અને વનાદિકમાં રહેલાં તીર્થોને નમન કરવા માટે જવા આવવા લાગ્યો. - હવે તે તાપસસુંદરી કન્યા સૌભાગ્યની સીમારૂપ યુવાવસ્થાને પામી. તેણીના રૂપથી તિરસ્કાર પામેલી લક્ષ્મી તે દુઃખથીજ જળમાં લીન થઈને રહી છે એમ જણાય છે. તેણીમાં રહેલા ગુણ, રૂપ અને કળા જે બળે રૂપને ધારણ કરે, તો જ તે ગુણાદિક ઉપમા વાળા થઈ શકે તેમ છે, અન્યથા તેણીના ગુણાદિકની ઉપમા છે જ નહીં. અર્થાત્ તેવા ગુણાદિવાળી બીજી સ્ત્રી દેખાતી જ નથી. તેણીના ગ્ય વરની ચિંતાથી વ્યાકૂળ થયેલે તેના પિતા પથંકપર આરૂઢ થઈ ચતરફ ભમતો ભમતો રાજપુત્રોને જોયા કરતો હતો. એકદા તે કોઈ રાજમહેલમાં રહેલા રાજપુત્રને જોવા પત્યેકપર બેસીને ગયે, પરંતુ ત્યાંથી પાછો આવ્યો ત્યારે વ્યાધ્રરૂપે પલંગ ઉપર બેઠેલે આવ્યો. તે જોઈ સર્વ તાપસ ભયથી નાસવા લાગ્યા. તેમને તેણે સંજ્ઞાવડે ધીરજ આપી, ત્યારે તેઓ સ્થિત થયા. તે વખતે તે વાઘે નખ વડે ભૂમિપર અક્ષર લખ્યા કે–“મને સુવર્ણ જટીને કઈ દેવે શ્રાપ આપીને વ્યાધ્ર કર્યો છે, હવે હું તત્ત્વજ્ઞાની કોઈ મનુષ્ય મળશે તો તેનાથી પાછે મનુષ્ય થઈશ, માટે તેવા પુરૂષને તમે અહીં લઈ આવો.” તે સાંભળી તાપસેથી વધારે ધર્મતત્ત્વજ્ઞ કોણ હાઈ શકે ? એમ ધારી તેઓએ પોતાની પાસેના મંત્રાદિકનો પ્રયોગ કર્યો, પરંતુ તેથી કાર્ય સિદ્ધ થયું નહીં. ત્યારપછી સાંખ્ય, ઉલૂક અને અક્ષપાદ વિગેરેના મતવાળાઓ પાસે પણ અનેક પ્રતિકાર કરાવ્યા, તે સર્વ એ જ રીતે નિષ્ફળ થયા. ત્યારે હું તથા બીજા સર્વ તાપસે બીજો ઉપાય નહીં મળવાથી અતિ ચિંતાતુર થયા, એટલે સર્વે ગિરિચૂડ યક્ષના મંદિરમાં ગયા. ત્યાં તે યક્ષની પાસે પવિત્ર થઈ ઉપવાસ ગ્રહણ કરી દર્ભના સંસ્કારક (આસન) પર બેસી જપ, ધ્યાન, '. 1 ક્ષીર સમુદ્રમાં શેષશાયી વિષ્ણુ રહેલા છે. તેની પાસે લક્ષ્મી રહેલી છે. એમ લૌકિક પુરાણ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust