________________ સાતમે સર્ગ, (145) પછી “ૐ નમોÊz, દૌ , नमः सर्वसिद्धेभ्यः सिद्धानन्तचतुष्टयेभ्यः, श्रीनमः आचार्येभ्यः पञ्याचारधरेभ्यः, ॐ नमः उपाध्यायेभ्यः सर्वविघ्नभयापहारिभ्यः, ॐ नमः सर्वसाधुभ्यःसर्वदुष्टगणोच्चाटनेभ्यः, सर्वाभीष्टार्थान् साधय, सर्वविघ्नान् स्फेटय स्फेटय, सर्वदुष्टानुच्चाटय, एनं स्वं માના, હું સ્વાહા " આ પ્રમાણે મંત્રનો ઉચ્ચાર કરી પુષ્પ, ફળ વિગેરે અગ્નિમાં હોમી પાસે બેસાડેલા વ્યાઘના શરીર ઉપર હાથવડે વારંવાર સ્પર્શ કરી ઈચ્છિત રૂપને આપનારી રેલણ દેવીની આપેલી ઔષધિને નિપુણતાથી તેના મસ્તકપર નાંખી તરતજ તેને પ્રથમના સ્વરૂપવાળા મનુષ્ય કર્યો. કુળપતિને મૂળરૂપે થયેલ ઈસ તાપસી હર્ષ પામી કુમારની અત્યંત સ્તુતિ કરતા સતા કુળપતિને નમ્યા. પછી કુળપતિએ પણ હર્ષથી કુમારને આલિંગન દઈને કહ્યું કે–“ગુમાવેલા મનુષ્યપણુરૂપી ચિંતારત્નને આપનાર તમને હું નમસ્કાર કરું છું.” પછી કુમાર અને તાપસેએ કુળપતિને પૂછ્યું કે -" તમારું આવું વ્યાવ્ર રૂપ શી રીતે થયું?” ત્યારે કુળપતિ બોલ્યા કે– પર્યકપર બેઠેલે હું વર જેવા માટે ભ્રમણ કરતો હતો, તેટલામાં એકદા તે પર્યક આકાશમાંથી એક પર્વતના શિખર ઉપર પડ્યો. અને તત્કાળ મેં મારું વાદ્ય રૂપ જોયું. ત્યાં એક શિલા ઉપર ધ્યાનમાં રહેલા એક જૈનમુનિને મેં જોયા. તથા તેની પાસે ચાર દેવીઓએ રચેલા ગીત, વાદ્ય અને લયને અનુસારે દિવ્ય રચના વડે જગતનાં નેત્રને મેહ પમાડે તેવું નૃત્ય કરતા એક શ્રેષ્ઠ દેવને મેં જોયે. “આ મુનિએ જ મારા કોઈ પણ અપરાધને લીધે મારી આ દશા કરી છે. " એમ વિચારી અત્યંત દુ:ખી થતા મેં તેમને પ્રણામ કરી રેતાં રેતાં વ્યાઘની ભાષાથી જ કહ્યું કે “હે ભગવાન ! મેં આપને શે અપરાધ કર્યો છે કે જેથી મને નીચે પાડ્યો અને મારું વ્યાધ્ર રૂપ કર્યું? હવે મારા પર પ્રસન્ન થાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust