________________ (140) જયાનંદ કેવળી ચરિત્ર. ભિલે પ્રમાદમાં રહેલા મને યૂથ સહિત પટયુક્ત પાશવડે પકડી નૃત્ય શીખવ્યું અને ચિરકાળ સુધી કરાવ્યું. “હે સ્વામી ! તેની પાસેથી તમે મને ગ્રહણ કર્યો અને આજે તમે જ મને મનુષ્ય કર્યો. આવું મારું ચરિત્ર જાણે કોઈએ સ્ત્રી ઉપર વિશ્વાસ કરવા લાયક નથી. તેમજ વિષયમાં આસક્ત થયેલે પુરૂષ કઈ કઈ વિડંબના નથી પામતે ? તે ધ્યાનમાં લેવાનું છે. પ્રાયે કરીને સ્ત્રીઓ પણ વિષયા- સક્ત પુરૂષ ઉપર જ પિતાનું ચરિત્ર વાપરવા સમર્થ થાય છે. એક સ્ત્રીને જ સર્વસ્વરૂપ માનતો પ્રાણુ શાસ્ત્રાદિકના વિચારને ત્યાગ કરી મત્ત, અંધ અને મૂઢની જેમ વિપરીત ચેષ્ટાઓ કરે છે.” આ પ્રમાણે હરિવીરનું વૃત્તાંત સાંભળી રાજાએ તેને કહ્યું કે–“હે મિત્ર ! ખેદ ન કર, સારા શીળવાળી બીજી પ્રિયાઓ સાથે પરણને શંકા રહિતપણે સાંસારિક ભેગભગવ.” હરિવર બે કે–“હે રાજન! તમે સ્વામી છતાં મારે કાંઈ પણ દુર્લભ નથી. પરંતુ ભેગનું મુખ્ય સાધન સ્ત્રીઓ છે, અને તેનાથી તે હું અત્યંત ભય પામું છું, તેથી સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરી આ ભવ અને પરભવના સુખને માટે વનમાં જઈને તપ કરવા ઈચ્છું છું, તેથી હે સ્વામી ! આ બાબતમાં મને આજ્ઞા આપો.” આ પ્રમાણે તેનાં વચન સાંભળી રાજાએ મનમાં વિચાર કર્યો કે–“અહો ! આ મારો મિત્ર કેવળ વિરક્ત જ થઈ ગયે છે. પરંતુ આવું સ્ત્રીચરિત્ર જોઈ કયે સચેતન પ્રાણુ વૈરાગ્ય ન પામે? આ પોતે બળવાન છતાં તેનું મારાથી પણ ધન, હાથી, ઘોડા અને પત્તિ વિગેરે સામગ્રીવડે એક સ્ત્રીમાત્રના દુખથી પણ રક્ષણ કરી શકાયું નહીં, તે જ પ્રમાણે અહો! આ સંસારમાં સર્વ પ્રાણીઓ શરણ રહિત જ છે, કે જેથી વિવિધ પ્રકારનાં દુઃખવડે પીડા પામેલા તેઓ કર્મરૂપી વૈરીવડે કદર્થના પામે છે. ઈંદ્ર પણ મરીને કીડે થાય છે, ચકવત્તી પણ નરકે જાય છે, રાજા પણ પત્તિ (સેવક) થાય છે, પનિક પણ દરિદ્ર થાય છે, નીરોગી પણ રેગી થાય છે, સદ્ભાગ્યવાળ પણ દુર્ભાગ્યને પામે છે, સર્વ પ્રકારે સુખી પણ દુઃખને પામે છે અને સમર્થ માણસ પણ અસમર્થપણાને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust