________________ (136). જયાનંદ કેવળ ચરિત્ર. મુખ્ય કપિ સહિત આખું કપિનું યૂથ વેચાણ લઇ લીધું, અને પહે લેથી જ અનેક પ્રકારના વિનોદને માટે પશુરક્ષાના અધિકાર ઉપર રાખેલા કેલિવીરને તે યૂથ શિક્ષણ આપવા તથા રક્ષણ કરવા સેપ્યું. કેટલેક દિવસે ઘણું હાથીઓને ગ્રહણ કરી રાજા પોતાના . નગરમાં આવ્યું અને રાજ્ય સંબંધી સુખ ભેગવવા લાગ્યા. ' હવે કઈકઈ અવસરે કેલિવીર રાજા પાસે વાનરાઓને નચાવતો હતે. તે જોઈ ખુશી થઈને રાજ તે વાનરાઓને તથા કેલિવીરને અધિક અધિક ગ્રાસ (જીવાઈ) આપતો હતો. ખરૂં તત્ત્વ જાણ્યા વિના પણ રાજા તે મુખ્ય વાનરને જોઈ વધારે ખુશી થતા હતો. તેથી એકદા તે મુખ્ય કપિને માટે રાજાએ મણિ અને સુવ ના અલંકારે કરાવ્યા. પછી તે કપિના ગળામાં ગળચો પહેરાવવા માટે તેમાં પ્રથમનું પહેરાવેલું જોઢાનું વલય હતું તે રાજાએ મંગાવી નાખ્યું, તેટલામાં તો તે કપિ પુરૂષ થઈ ગયે, અને “આ હરિવીર તમને નમે છે. એમ કહી તેણે રાજાને નમસ્કાર કર્યો. તેને જોઇ “આ શું?” એમ કહી રાજા વિગેરે સર્વ સભ્યો સંભ્રાંત થઈ ગયા. પછી રેતા એવા તે હરિવીરને રાજાએ ઉભો કરી પ્રીતિથી આલિંગને દઈ ધીરજ આપી સંભ્રમ અને સ્નેહના વચન કહી આસન પર બેસાડ્યો. તે વખતે રાજાના હુકમથી વાજી વગાડનારાએ વાજિંત્રે વગાડવા લાગ્યા, ગાયકો ગાવા લાગ્યા અને બંદીજને મંગળપાઠ બોલવા લાગ્યા. આ વૃત્તાંત જાણી તત્કાળ તેનું કુટુંબ પણ હર્ષથી ત્યાં આવ્યું, અને રેતું રેતું તેના કંઠે વળગી મંગળની શ્રેણિ કરવા લાગ્યું. પછી રાજાએ તેને પૂછ્યું કે-“હે મિત્ર! આ તારૂં ચરિત્ર કેવું આશ્ચર્યકારી છે કે જેવું કદાપિ જોયું કે સાંભળ્યું નથી. તે તેવું અસંભવિત શી રીતે થયું તે કહે ?" ત્યારે હરિવર બેલ્યો કે “હે સ્વામી ! કમને શું દુર્લભ છે? કાંઈ પણ દુર્લભ નથી. તે કર્મોએ મને તિર્યચપણમાં નાંખ્યો હતો અને તેમાંથી તમે મારે ઉદ્ધાર કર્યો છે. "शौर्ये च धैर्ये च धने च पूर्णे-ऽप्यैश्वर्ययोगेऽप्यखिले चले च / मित्रे च भूपेऽपि हरिः कपित्वे, नृत्यत्यहो कर्मगतिषिचित्रा ||". P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust