________________ સાતમો સંગ, (135) જેવું જોયું હતું તેવું સેનાપતિનું સર્વ સ્વરૂપ નરસુંદર રાજાને નિવેદન કર્યું. તે સાંભળી અતિ શેકથી વ્યાપ્ત થયેલા રાજાએ લાખ શૂરવીરને મોકલી પર્વત, નગર અને વનાદિક સર્વ સ્થાને શોધ કરાવી. તો પણ તે બાળ મિત્રની શોધ નહિ મળવાથી પુત્રાદિક કરતાં પણ અધિક સ્નેહને લીધે તે રાજાએ મોટા શોકથી ચિરકાળ સુધી વિલાપ કર્યો. તે સેનાપતિનું કુટુંબ પણ રૂદન કરતું ચિરકાળ સુધી રહ્યું. “કર્મના વિપાકથી પ્રાપ્ત થયેલા દુઃખને પ્રાણું એકલો જ સહન કરે છે–ભેગવે છે. પછી મંત્રી વિગેરેએ રાજાને સારી રીતે બોધ કર્યો ત્યારે તેણે બીજે સેનાપતિ સ્થાપન કર્યો અને પોતે અનુકમે શોક રહિત થઈ સર્વ પ્રકારની સુખલક્ષ્મીને ભોગવવા લાગ્યો. આ પ્રમાણે ઘણો કાળ વ્યતીત થયા પછી એકદા હાથીઓને પકડવાની ઈચ્છાથી તેને લાયક સર્વ સામગ્રી લઈ નરસુંદર રાજા સભ્ય સહિત વિંધ્યાચળ પર્વતની ભૂમિમાં ગયે. ત્યાં હાથીઓને પકડવાનું કામ શરૂ થયું, તેવામાં એક મનહર તંબુમાં રાજા પરિવાર સહિત સુખાસન પર બેઠો હતો. તે વખતે તેની પાસે કોઈ ભિલે આવી વાનરનું નાટક દેખાડયું. તેમાં વાનરા અને વાનરીઓ મનને આશ્ચર્યકારક નૃત્ય કરતા હતા, વાજિંત્રો વગાડતા હતા, વચ્ચે વચ્ચે બુકાર શબ્દને કરતા હતા, પરસ્પર કૂદતા હતા, યુદ્ધ કરતા હતા, ચુંબન કરતા હતા, આલિંગન કરતા હતા, ઉછળતા હતા અને વિચિત્ર પ્રકારની કસરત કરતા હતા. આ પ્રમાણે તેઓ સર્વ જનેને આશ્ચર્ય પમાડતા હતા. તે જોઈ પ્રસન્ન થયેલા રાજાઓ તે ભિલને ઘણું દ્રવ્ય ઈનામમાં આપ્યું. તેટલામાં તે ચૂથનો મુખ્ય કપિ રાજેને જોઈ વિકસ્વર નેત્રવાળે થઈ તત્કાળ અશ્રુધારાને મૂતો રાજાની આગળ આવીને પડ્યો. આ પ્રમાણે વારંવાર કરી તેણે રાજાને આશ્ચર્ય પમાડ્યું. તે મનુષ્યની વાવડે તો કહેવાને અશકત હતા, પરંતુ ચેષ્ટા વડે પણ તે પોતાનો અભિપ્રાય કોઈને સમજાવી શક્યો નહીં. પશુપણને જ ધિક્કાર છે.” આવી તેની ચેષ્ટાથી રાજાએ મનમાં તેને કાંઈક અભિપ્રાયવાળો જાણું નાટકનું તક જેવાના મિષથી તે ભિન્નને તેના કહ્યા પ્રમાણે ધન આપી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust