________________ સાતમે સર્ગ. (133) “निर्व्याजा दयिते ननान्दृषु नता श्वश्रूषु भक्ता भवेः, स्निग्धा बन्धुषु वत्सला परिजने स्मेरा सपत्नीष्वपि / पत्युमित्रजने सनर्मवचना खिन्ना च तद्वेषिषु, स्त्रीणां संवननं नतश्रु तदिदं वीतौषधं भर्तृषु // " “હે નમ્ર ભ્રકુટિવાળી! પતિને વિષે કપટ રહિત થજે, નણંદને વિષે નમન કરનારી થજે, સાસુ વિગેરેને વિષે ભક્તિવાળી થજે, પતિના બંધુજનને વિષે સ્નેહવાળી થજે, પરિવારને વિષે વાત્સલ્યવાળી (વહાલવાળી) થજે, સપત્ની (શેક) ને વિષે પણ વિકસ્વર (હસતા મુખવાળી) થજે, પતિના મિત્રજનને વિષે હાંસીયુકત વચનવાળી થજે અને તેના શત્રુઓ ઉપર ખેદવાળી (કેષવાળી) થજે. સ્ત્રીઓને માટે આ સર્વ પોતાના સ્વામીનું ઔષધ વિનાનું વશીકરણ છે.” આ પ્રમાણે પિતાની (દુરાચારી) પુત્રીને તેઓએ શિખામણ આપી. “ઘણા જળથી ભરેલા મેઘ વરસતી વખતે સ્થાનને જેતો જ નથી.”(સર્વ ઠેકાણે સર વરસે છે.) સુભગાએ પણ આ શિખામણને વારંવાર નમ્ર મસ્તકે અંગીકાર કરી. “જગતને. છેતરનારી સ્ત્રીઓને માતાપિતા પણ નહીં છેતરવા લાયક હતા નથી.” (તેઓ માતાપિતાને પણ છેતરે જ છે.) પછી માતાપિતાને નમસ્કાર કરી રોતી રોતી પતિની સાથે સતીની જેમ તે ચાલી. તે બન્ને દંપતીને કેટલીક ભૂમિ સુધી વળાવી તેણના માતાપિતા વિગેરે સર્વે પાછા વળ્યા. . હવે તે હરિવીર સેનાપતિ મધુકંઠે કહેવા માગે પત્ની સહિત ચાલ્યો, અને તેને સમાગમ થવાથી હર્ષ પામી દેવોની પૂજા માનતા વિગેરેને સફળ માનવા લાગે. અનુક્રમે અર્ધ માર્ગ ઉલ્લે. ઘન થયા ત્યારે કાંઠા પર રહેલા ગાઢાવનવાળી મનહર નદી જોઈ મોટા પરિવાર સહિત તે ત્યાંજ ભોજનને માટે રોકાય. જમી રહ્યા પછી સુભગાએ કહ્યું કે-“હે સ્વામી ! આ નદી રમણુય છે અને વનને વિષે વૃક્ષો પણ અતિ સુંદર છે. તેથી આપણે ક્ષણવાર અહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust