________________ (132) જયાનંદ કેવળી ચરિત્ર. મહાપુર પહોંચી જઈશું.” આ પ્રમાણેનું તેણીનું વચન તેણે અંગીકાર કર્યું. કેમકે “જડ પુરૂષ સ્ત્રીની જ બુદ્ધિથી જીવનારા હોય છે. - અન્યદા પ્રયાણ કરવાની ઈચ્છાથી હરિવીરે પિતાના સાસુ સસરા પાસે રજા માગી. ત્યારે તેમણે ગરવ સહિત વસ્ત્ર, અલંકાર અને પુષ્પની માળા વિગેરે વડે સત્કાર કરી તેને પ્રયાણ કરવાની અનુમતિ આપી, અને તેમનાં મુખ આશીર્વાદવડે મુખર (વાચાળ) થયાં. (અર્થાત મુખવડે ઘણા આશીર્વાદ આપવા લાગ્યા.) દાસ વિગેરે આપતી વખતે હરિવીરે તેમની પાસે મધુકંઠની માગણી કરી. એટલે તેઓએ તેને મધુકંઠ આપ્યો. તેને સાથે લઈ પરિવાર સહિત તે હરિવર સાસુ સસરાને પ્રણામ કરી ચાલ્યો. પછી જેને અમૂલ્ય અલંકાર અને વસ્ત્ર આપ્યાં છે એવી સુભગા નમ્રતાથી પગલાં મૂકતી ચાલી. તેને હર્ષથી માતાપિતાએ શિખામણ આપી કે– “હે પુત્રી ! પતિને વિષે ભક્તિમાન થજે. કેમકે સ્ત્રીઓને પતિ જ પરમ દૈવત છે, અને તેનાથી જ આ લોક તથા પરલોકને વિષે (અનુક્રમે) ભેગ અને પુણ્યથી ઉત્પન્ન થતું ઈષ્ટ સુખ પામી શકાય છે. વળી સર્વદા સદાચારનું પાલન કરજે, કેમકે તે જ મનુષ્યનું ખરૂં જીવિત છે અને મણિવડે સુવર્ણની જેમ તે (સદાચાર) વડે જ રૂપાદિક ગુણને સમૂહ શેભાને પામે છે.” કહ્યું છે કે– " अभ्युत्यानमुपागते गृहपतौ तद्भाषणे नम्रता, - तत्पादार्पितदृष्टिरासनविधिस्तस्योपचर्या स्वयम् / - सुप्ते तत्र शयीत तत्प्रथमतो मुश्चेत शय्यामिति, प्राच्यैः पुत्रि निवेदिताः कुलवधूशुद्धान्तधर्मा ह्यमी // " ઘરને સ્વામી ઘેર આવે ત્યારે ઉભા થવું, તેની સાથે બેલવામાં નમ્રતા રાખવી, તેના ચરણપરજ દષ્ટિ સ્થાપન કરવી, તેને બેસવા આસન આપવું, તેની સેવા પોતે જાતેજ કરવી, તેના સુતા પછી સૂવું અને તેનાથી પ્રથમ (તેના ઉઠયા પહેલાં) પિતે શવ્યાને ત્યાગ કરવો. આ પ્રમાણે હે પુત્રી ! પૂર્વના પંડિતોએ કુળસ્ત્રીને શુદ્ધ ધર્મો કહેલા છે.” તથા– . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust