________________ સાતમો સર્ગ. (127) મંગળ કરતી હતી. પછી બુદ્ધિમાન ભોગરાજે રાજ્ય અને જીવિતને આપનાર સેનાપતિને વિવિધ પ્રકારના પ્રીતિયુક્ત ઉપચારવડે સ્તુતિ કરી પ્રસન્ન કર્યો. એકદા કૃતજ્ઞપણાને લીધે ભેગરાજે મહા ઉપકારી તે સેનાપતિને સર્વોત્તમ કન્યા આપવાની ઈચ્છા કરી. તેથી તેણે સભ્યજનેને પૂછ્યું કે–“અહો ! કોઈને એવી કન્યા છે કે જે આપવાથી આ સેનાપતિ પ્રસન્ન થાય ?" તે સાંભળી સૂરદત્ત નામના દંડનાયકે રાજાને કહ્યું કે “હે રાજા ! મારી સુભગા નામની કન્યા આને યોગ્ય છે.” તે સાંભળી રાજાએ તેણીને એકાંતમાં બોલાવી અને તેને અત્યંત રૂપવાળી જોઈ રાજા હર્ષ પામ્યા. પછી રાજાએ પોતે જ બહુમાનથી તે કન્યા હરિવરને આપી. “સરખા શીલ અને કુળવાળાનો ગ–સંબંધ અધિક વખાણવા લાયક થાય છે. પછી જેશીએ આપેલા લગ્ન (મુહૂત) વખતે રાજાની આજ્ઞાથી સૂરદત્તે વિવિધ પ્રકારના ઉત્સવપૂર્વક તેમનું પાણિગ્રહણ કરાવ્યું. તે વખતે હસ્તમોચનમાં સૂરદત્તે પિતાની શક્તિ પ્રમાણે હરિવર જમાઈને અશ્વ, રથ અને ધન વિગેરે આપ્યું. ભોગરાજે પણ તેને બહુમાનથી નગર, ગામ, અશ્વો વિગેરે અને વસ્ત્ર, અલંકાર, દાસ, દાસી વિગેરે ઘણું આપ્યું. ત્યારપછી હરિવીર સેનાપતિ કેટલોક કાળ તે નવી પરણેલી સ્ત્રી સાથે ત્યાંજ રહ્યો. પછી જ્યારે તે પોતાના નગર તરફ જવા તૈયાર થયો ત્યારે તેની સાથે જવાની ઈચ્છા ન હોવાથી તે સુભગ માંદી થઈ. “સ્ત્રીઓને કપટ શીખવામાં બીજાના ઉપદેશની જરૂર હતી જ નથી, તે તેમને સ્વભાવ જ હોય છે. તે “મને પેટમાં દુઃખે છે” એમ કહી તત્કાળ ખાટલામાં પડી. ત્યારે તેના પિતાદિક ઘણે પ્રકારે તેને ઉપાય કરવા લાગ્યા પણ તે તો ઉંચે સ્વરે વધારે વધારે રોવા લાગી. અને પતિ ઉપર કપટથી ઘણો નેહ બતાવતી તે બેલી કે –“હે નાથ ! મારા મોટા ભાગ્યથી તમે સર્વોત્તમ પતિ મળ્યા, પરંતુ કોઈક પાપના ઉદયથી અત્યારે જ હું માંદી પડી, તેથી તેવા કર્મને ધિક્કાર છે. સાસુ સસરા વિગેરેને નમવાની મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust