________________ (126) જયાનંદ કેવળ ચરિત્ર. શૂરપાળની સેનાને એવી ભાંગી નાખી કે જેથી તે સદાને માટે સંગ્રામથી વિરામ પામી ગઈ. તે જ પ્રમાણે શૂરપાળ અને સેનાપતિએ પણ ચિરકાળસુધી એવું યુદ્ધ કર્યું કે તે વખતે “કેને વરવું ?" એ નહીં સમજવાથી જયલક્ષમી તે બન્નેની વચ્ચે ઉભી રહી. શાસ્ત્રને વાદ કરનારાઓ જેમ પરસ્પરના હેતુને તોડી નાંખે તેમ તે બન્ને વિરે પરસ્પરનાં શસ્ત્રોને છેદવા લાગ્યા. શાસ્ત્રને ગ્રહણ કરતા અને મૂકતા એવા તે બન્નેને કઈ જાણું શક્તા નહોતા. સેનાપતિએ શૂરપાળના એક પછી એક એમ સાત ધનુષ છેદી નાંખ્યા, ત્યારે ભયથી તેનું શરીર કંપવા લાગ્યું અને વ્યાકુળ થયેલા તેણે વિચાર કર્યો કે-“હું જે જે શસ્ત્રને ગ્રહણ કરું છું તેને તેને આ તત્કાળ છેદી નાંખે છે, હું તો હવે થાકી ગયો છું, અને આ તે જાણે તાજે જ લડવા ઉભે થયો હોય તેવો દેખાય છે, મારી સર્વ સેના નાશી ગઈ છે, તેથી અહીં રહેવાથી જરૂર મારું મૃત્યુ જ થશે. માટે જીવતો માણસ જ ફરીને પણ જ્ય અને કલ્યાણને પામી શકે છે, તેથી હવે અહીં અસ્થાને પરાક્રમ વાપરવું તે તે વ્યાધ્રાદિક શ્વાપદની જેવી ચેષ્ટા કહેવાય. વળી આવા અતુલ પરાક્રમીથી પાછા હઠતાં મને કાંઈ પણ લજજાનું કારણ થતું નથી.” આ પ્રમાણે વિચાર કરી કેટલાક સુભટોને વચ્ચે નાંખી શૂરપાળ રાજા પિતાને રથ પાછો વાળી શીધ્રપણે નાઠે. તેની સેના પણ તેની પાછળ ગઈ. કેમકે સેના રાજાને જ અનુસરનારી હોય છે. ભેગરાજ સૈન્ય સહિત તેની પાછળ જઈ તેની સેનાને લુંટવા લાગ્યો. તેણે તેની પાસેથી હાથી, ઘોડા, બર, શસ્ત્ર અને અલંકાર વિગેરે પુષ્કળ પડાવી લીધું, અને યુદ્ધ નહીં કરતા એવા સુભટોને તેણે જીવતા જવા દીધા. “નાસતાઓને ભાગી જવું તે સુલભ જ હોય છે.' ત્યારપછી જય જય શબ્દને બોલતા એવા બંદીજનોથી સ્તુતિ કરાતા અને મંગળિક વાજિંત્રના શબ્દપૂર્વક અથીઓને હર્ષથી. વાંછિત દાન આપતા તે સેનાપતિ અને ભેગરાજે મહોત્સવ પૂર્વક પિતાના નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે આખા નગરમાં શોભાને માટે બાંધેલી પતાકાઓ નૃત્ય કરતી હતી અને વૃદ્ધ સ્ત્રીઓ તેમનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust