________________ (128) જ્યાનંદ કેવળા ચરિત્ર. ઘણું ઈચ્છા છે, પણ તે સર્વ અત્યારે તો મારા મનમાં જ રહી છે. હું શું કરું ?" આ પ્રમાણે તેણનાં વચન સાંભળી પિતાને વિષે તેણુને અત્યંત સ્નેહ ધારી હરિવીર પિતાના સ્વામી (રાજા) ના દર્શન માટે પોતાના નગરમાં જવા ઉત્સુક થયો હતો તે પણ પ્રિયાની રાહ જોવા માટે કેટલાક દિવસ ત્યાં રોકાયો, છતાં ભેજનાદિકને પણ નહીં ઈચ્છતી તે સાજી થઈ નહીં. “જે જાગતો ઉઘે તેને ઉઠાડવા કણ શક્તિમાન છે?” અન્યદા જવાની ઇચ્છાવાળા હરિવરને તેના સસરા વિગેરેએ કહ્યું કે-“આ માંદીને લઈ જતાં માર્ગમાં પ્રમાદિકને લીધે તેને વધારે માંદગી થઇ જશે, માટે તે સાજી થશે ત્યારે અમે તમને ખબર આપશું, તે વખતે તમે ફરીથી તેને તેડવા આવજે.” આવાં તેમનાં યુક્તિવાળાં વચનને યોગ્ય માની તેઓએ સત્કાર કરેલ હરિવીર ભેગરાજની રજા લઈ તે ગાજે નરસુંદર રાજાને માટે ભેટ તરીકે આપેલા હાથી ઘોડા વિગેરે લઈ સૈન્ય સહિત પોતાના નગર તરફ ચાલ્યો. તેને દૂર ગયે જાણે કોઈક ઔષધના ઉપાયને અવલંબીને સુભગા સાજી થઈ ગઈ અને તે સ્વેચ્છાચારી પિતાના મનમાં આનંદ પામી. આ સુભગા એક મધુકંઠ નામના પુરૂષના ગીતમાં રંજીત થઈને તેને વિવિધ પ્રકારના કામના ઉપચારવડે સેવતી હતી. તે મધુકંઠ પણ તેણુને આધીન થઈ તે જ પ્રમાણે તેને સેવતો હતો. તેની નિપુણતામાં આસક્ત થયેલી તે નિરંતર તેની સાથે કામક્રીડા પણ કરતી હતી. આ સર્વવૃત્તાંત કેઈના જાણવામાં નહોતે. “સ્ત્રીના ચરિત્રમાં બ્રહ્મા પણ મૂઢ થઈ જાય છે.” - કેટલેક દિવસે સુભગ હવે સાજી થઈ છે, એમ તેણીના સરળ પિતાએ જમાઈને કહેવરાવ્યું, ત્યારે તે પણ તેણીના રૂપમાં મેહિત થયેલ હોવાથી તેણીને તેડવા આવ્યા. તેને જોઈ હર્ષ પામેલા સૂર દત્તે તે સેનાપતિ હરિવરને પરિવાર સહિત સેવા અને ઉપચારાદિક વડે પ્રસન્ન કર્યો. જેમ સર્ષને જોઈ દીપિકા ઝાંખી થાય તેમ હરિ: 1 દીવો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust