________________ * ધર્મતીર્થના પ્રવાહ સમાન જેઓએ આ સંસારસમુદ્રને સુતર કર્યો છે, તે ત્રણ ભુવનના સ્વામી તીર્થના પ્રભુએ (તીર્થકરો) તમને શાશ્વત લક્ષમી (મેક્ષલક્ષમી) ના આપનાર થાઓ. ' એકદા જયરાજાએ “રાજ્યને યોગ્ય ક કુમાર છે?” એમ જાણવાની ઈચ્છાથી એક સામુદ્રિકને બન્ને કુમારના લક્ષણે પૂછયાં. ત્યારે તેણે બન્ને કુમારોનાં સર્વ અંગે જઈ એકાંતમાં રાજાને કહ્યું કે-“હે રાજન ! અને કુમારનાં લક્ષણોને મેં નિર્ણય કર્યો છે. તેમાં સિંહસાર કુમારના અંગ ઉપર એવાં લક્ષણ છે કે જેથી તે લોકોને હેપ કરવા લાયક થાય તથા સ્વજનેને પણ અનર્થનું કારણ થાય. વળી તે કૃતની, ક્રૂર બુદ્ધિવાળો તથા પગલે પગલે આપત્તિનું સ્થાન થશે, અને ધર્મપર દ્વેષ કરવાના પાપથી મરીને દુર્ગતિ પામશે; તથા શ્રી જયાનંદ કુમારના સર્વ અંગે ઉત્તમ લક્ષણે છે, તેથી તે સર્વ લોકને સુખ કરનાર અને ત્રણ ખંડને રાજા થશે. વળી તે સર્વ રાજાઓને સેવ્ય, ઘણાઓને ઉપકાર કરનાર તથા ન્યાય, ધર્મ, પ્રતાપ, લક્ષમી અને યશના સમુદ્રરૂપ થશે; અને છેવટે મોક્ષને પામશે.” આ પ્રમાણે સામુદ્રિકનાં વચન સાંભળી હૃદયમાં તેને ગુપત રાખી રાજાએ સત્કારપૂર્વક તેને વિદાય કર્યો. એકદા એકાંતમાં તે રાજાએ પિતાના નાના ભાઈ વિજ્યને તે નિમિત્તિયાનું કહેલું સર્વ વૃત્તાંત ગુપ્ત રાખવા ગ્ય હતું તે પણ પ્રેમને લીધે કહી બતાવ્યું. તે વૃત્તાંત તાંબૂબ્સ આપનારી દાસી કે જેને વિશ્વાસને લીધે રાજાએ પોતાની પાસે રાખી હતી તેણે સાંભળ્યું. ત્યારપછી રાજાએ ગ્ય અવસરે વિવિધ પ્રકારની પરીક્ષારૂપ ઉપાવડે નિશ્ચય કરી. તે નૈમિત્તિકનું વચન સત્ય માન્યું. * 1 જળમાં ઉતરવાને માર્ગ તીર્થ કહેવાય છે. અહીં ધર્મને તીર્થરૂ૫ બતાવ્યો છે. 2 સુખેથી કરી શકાય તે. 3 સામુદ્રિક શાસ્ત્ર જાણનારને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust