________________ જયાનંદ કેવળી. ચરિત્ર. ; અહીં પ્રાત:કાળ થયો ત્યારે મણિમંજરીએ પોતાના પતિને જોયા નહીં, તેથી હૃદયમાં દુઃખી થઈને બુદ્ધિમાન એવી તેણીએ પિતાના પરિવારને પૂછ્યું, ત્યારે તેણે પણ કુમારની શોધ નહીં લાગવાથી તે વાત રાજાને નિવેદન કરી. રાજાએ પણ પિતાના માણસો પાસે પુર ગામ અને વનાદિકમાં તેની શોધ કરાવી. તેમણે તેની પ્રાપ્તિ ન થવાથી મણિમંજરી શકાતુર થઈ. તેટલામાં પેલે લેક જોઈ તેને અર્થ જાણી તે બુદ્ધિશાળીએ રાજાદિકને કહ્યું કે– મારા પતિ કેતુક જોવા માટે દેશાંતરમાં ભ્રમણ કરી વષોત્રતુમાં પાછા અહીં આવશે.” આ પ્રમાણે સાંભળી સર્વે ધીરજ રાખી પિતતાની સ્થિતિ પ્રમાણેના કાર્યમાં પ્રવત્યો. અહીં અનુક્રમે ચાલતા સિંહકુમાર અને જયકુમાર એકદા કઈ અરણ્યમાં આવી ચડ્યા. ત્યાં સિંહકુમાર બોલ્યો કે –“હે ભાઈ! હું અધમેં કરીને વનમાં આ દુ:ખ સહન કરૂં છું, પરંતુ તે તો ધર્મમાં તત્પર છે, તો તું શા કારણથી આવા દુઃખને સહન કરે છે?” તે સાંભળી શ્રીજયકુમાર બેલ્યા કે—“અધર્મીના સંગથી ધમીને પણ કષ્ટ સહન કરવું પડે છે. જુઓ ! લોઢાના સંગથી અગ્નિને પણ ઘણુનું તાડન સહન કરવું પડે છે. કુસંગથી મેટાને મહિમા પણ હાનિ પામેજ છે, કારણકે લસણને સંગ થવાથી કપુરને સુગંધ કયાં સુધી ટકી શકે?તે સાંભળી પાપને વિષે પ્રીતિવાળા તે સિંહના એકપુટ ક્રોધથી ફરકવા લાગ્યા અને તે પ્રગટ રીતે બેલ્યો કે-“હજુ સુધી આપણે વિવાદ આ પ્રમાણે વાતો કરવાથી વધતો જ જાય છે. હું પાપથી શુભ કહું છું અને તું ધર્મથી શુભ કહે છે. આ બાબતમાં નિર્ણય કરનારા પંચનું પણ પ્રમાણ થતું નથી. કેમકે તેમની વાણું અનેક પ્રકારની થાય છે–ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. એક ધર્મથી શુભ કહે છે ત્યારે બીજો અધર્મથી કહે છે, પરંતુ હવે આપણા બન્નેમાં જે આજે દ્રવ્ય વિના ભેજન આપે, તેને પક્ષ પ્રમાણુ ગણવે, અને તેમાં પ્રથમ કરેલી શરત જાણવી.” આ પ્રમાણે તેનું વચન શ્રી જયકુમારે અંગીકાર કર્યું. ત્યારે સિંહ હર્ષ પામીને બે કે –“આજ પ્રથમ હું જ આગળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust