________________ સાતમો સગ (121) તેને અત્યંત ત્રાસ પમાડી દૂર કાઢી મૂકવા માટે કુમાર પણ તેની પાછળ દોડ્યો, અને તે વનમાં પેઠે. પણ ત્યાં કઈ પણ ઠેકાણે તે ભુંડને જોયો નહીં. પરંતુ ચાર દાંતવાળા એક વેત હાથીને સામે આવતો જે. કૈલાસ પર્વત જેવા (ત અને મોટા) તે હાથીને જોઈ કુમાર હર્ષ પામ્યો. અને તેને ચોતરફ ભમાડી મુષ્ટિપ્રહારાદિકવડે વશ કરી તેના પર ચડી બેઠે. પછી તેને મુષ્ટિપ્રહારવડે હેમપુર નગર તરફ ચલાવવા લાગે. પરંતુ તે હસ્તીરાજ બળાત્કારથી દૂર વન તરફ દોડ્યો. કેટલીક ભૂમિ ઓળંગ્યા પછી વાયુને પણ જીતનાર વેગવડે ઉડીને જાણે પાંખવાળ પર્વત હોય તેમ તે આકાશમાર્ગે ચાલ્યો. તેની પીઠ પર બેઠેલા કુમારને પર્વતો રાફડા જેવા (નાના) દેખાવા લાગ્યા, સરોવરે ગાયની ખરી જેવડા દેખાવા લાગ્યા, નગર ગામ અને આકર વિગેરે બાળકના કીડાનગર જેવા દેખાવા લાગ્યા, અને મેટા બગીચાઓ ઘરના વાડા જેવા દેખાવા લાગ્યા. એ રીતે પૃથ્વીને વિચિત્ર દેખાવ તો કુમાર કેટલેક દૂર ગયે, ત્યારે તેને વિચાર થયો કે “આ કેઈ શત્રુ મારૂં હરણ કરીને સમુદ્રાદિકમાં મને નાખી દેશે.” એમ વિચારી તેણે વા જેવી મુષ્ટિવડે તે હાથીના કુંભસ્થળ ઉપર ગાઢ પ્રહાર કર્યો. તેના પ્રહારથી વ્યાકુળ થયેલે હાથી તેનું બળ સહન કરવા અશકિતમાન થવાથી તેને આકાશમાં જ નિરાધાર છોડી દઈને અદ્રશ્ય થઈ ગયું. કુમારે ભૂમિપર પડતાં પડતાં વિદ્ગનિવારક ઔષધિનું સ્મરણ કર્યું. તેથી તે કઈ સરેવરમાં પડ્યો એટલે તેને તરીને તે કાંઠે આવ્યા. ત્યાં માર્ગ અને ગામ વિગેરે જોવા માટે તે કુમાર એક મોટા વટવૃક્ષ પર ચડ્યો. તેટલામાં પાસે જ એક ગામ તથા તેને માર્ગ પણ તેના જેવામાં આવ્યું. તેથી તે ગામમાં જવાની ઈચ્છાથી તે કુમાર વટવૃક્ષથી નીચે ઉતરવા લાગે, તેટલામાં તે વટવૃક્ષ જ કુમાર સહિત આકાશમાં ઉડ્યો, તે શીધ્રપણે જઈને એક મેટા અરણ્યમાં એક પર્વતના શિખર પર સ્થિર થયો. એટલે તેના પરથી નીચે ઉતરી કુમાર તે વનમાં ભ્રમણ કરવા લાગ્યો. ત્યાં કઈ કઈ ઠેકાણે વૃક્ષોના કયારામાં જળસિંચન કરેલું હતું એ વિગેરે ચિહેથી “અહીં કેઈ આશ્રમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust