________________ માટે હજારો કા કા દલામાં તેમનું રક્ષણ સાતમે સર્ગ. (123) નરસુંદર રાજાએ પોતાના આત્માને ધન્ય માની વિચાર કર્યો કે આજે ભાગ્યવડે જ સ્વજન ઉપર ઉપકાર કરવાનો સમય આવ્યો છે. જેનાથી બીજાનો ઉપકાર ન થાય તેવું રાજ્ય અને બળ શા કામનું ? અને તેવી લક્ષ્મી પણ શું કામની ? મહાપુરૂષ તો સર્વની ઉપર ઉપકાર કરે છે, તે સ્વજન ઉપર ઉપકાર કરે તેમાં તે શું આશ્ચર્ય ? " આ પ્રમાણે વિચાર કરી પોતાના મામાનું રક્ષણ કરવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. તેટલામાં તેના સેનાપતિએ કહ્યું કે –“હે સ્વામી ! દેડકા ઉપર ગરૂડને પરાક્રમ કરવાનું ન હોય, માટે હું જ ભેગપુર જઈ શૂરપાળને જીતી તમારા મામાનું રક્ષણ કરી આવીશ. માટે હે સ્વામી ! મને આજ્ઞા આપે.” તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ તેને જવાની અનુમતિ આપી, તથા તેને પોતાનું સર્વ સૈન્ય સાથે આપ્યું. એટલે તે હરિવીર સેનાપતિ બે હજાર હાથી, બે હજાર રથ, પાંચ લાખ ઘોડા અને પાંચ કોડ પત્તિઓ સહિત રાજાને નમસ્કાર કરી ભેગપુર તરફ ચાલ્યો. અનુકેમે ત્યાં જઈ મહા સુભટ, મહા માની અને મહા બળવાન તે સેનાપતિએ વીરેમાં અગ્રેસર એવા તે શૂરપાળ રાજાને યુદ્ધ કરવા બેલા. તે વૃત્તાંત જાણું ભેગરાજ પણ પિતાની સેના સહિત ઉત્કંઠાપૂર્વક તે સેનાપતિની સન્મુખ જઈ તેને મળે. પછી જેમ પશ્ચિમસમુદ્ર પૂર્વસમુદ્રને મળે તેમ ભેગરાજ અને સેનાપતિનું સૈન્ય ઉત્કંઠાપૂર્વક શૂરપાળના સૈન્યને મળ્યું. ઢક્કા અને નિસ્વાન નામના વાજિંત્રોના મનહર નાદવડે, પટના શખવડે અને કાહલા તથા ભૈરીના શબ્દવડે સર્વ દિશાઓ ગાજવા લાગી. હસ્તીના સ્વારો હસ્તીને સ્વારો સાથે, ઘોડેસ્વારે ઘડેસ્વાર સાથે, રથવાળાઓ રથવાળાઓની સાથે અને પત્તિઓ પત્તિઓની સાથે યુદ્ધ કરવા લાગ્યા. અને સૈન્યમાં કેઈ ઠેકાણે ખડગે ખડગવડે, કોઈ ઠેકાણે ભાલે ભાલાવડે અને કઈ ઠેકાણે બાણે બાણવડે ચિરકાળસુધી ધાઓએ વિવિધ પ્રકારનું યુદ્ધ કર્યું. કેટલાકે તે શસ્ત્રો ખુટી જવાથી તેને (શસ્ત્રને) અસાર માની પરસ્પર બહુ બાહુવડે, મુઠી મુડીવડે અને પાટુ પાટુવડે પણ યુદ્ધ કર્યું. તેમ જ કેટલાક શૂરવીરોએ દાંતદાંતવડે, કેકેશવડે, નખનખવડે અને મસ્તક મસ્તક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust