________________ (122) જયાનંદ કેવળ ચરિત્ર. હવે જોઈએ.” એમ જાણે કુમાર નજીકમાં આવેલા પાંચ તાપસના આશ્રમ પાસે આવ્યો. ત્યાં એક મોટી શાપર બેઠેલા અને તાપસેવડે સેવાતા એક વાઘને જોઈ કુમાર વિસ્મય પામ્યા. તેને જોઇ તાપસ બોલ્યા કે—“હે નેત્રને અમૃતની વૃષ્ટિ સમાન ઉત્તમ પુરૂષ! આવ આવ. તું અહીં આવ્યું તે ઘણું સારું થયું.” એમ સંભ્રમથી બેલી તાપસોએ ઉભા થઈ આલિંગન કરી પ્રસન્ન ચિત્તથી તેને ઉચિત આસન પર બેસાડ્યો. પછી “આ વાઘ કણ છે? અને તેની સેવા કેમ કરે છે?” એ પ્રમાણે કુમારે તેમને પૂછયું, ત્યારે તેઓ બોલ્યા કે—“આ કથા ઘણી મોટી છે, તેથી તે તમને પછી કહેશું, પ્રથમ તો ભજન કરો.” એમ કહી પ્રસન્ન થયેલા તેઓએ ગેરવથી તેને સ્નાન કરાવ્યું. અને સ્વાદિષ્ટ ફળ તથા વનના ચેખા ને અરણ્યની ભેંશના દુધવડે બનાવેલી ખીરનું બેસાડી હરિવીર નામના એક યુવાન તાપસે વાઘ વિગેરેનું સવિસ્તર ચરિત્ર આ પ્રમાણે કહ્યું - વૈભવવડે સ્વર્ગને તિરસ્કાર કરનાર મહાપુર નામના નગરમાં રૂપ અને ઐશ્વર્યાદિકવડે ઇંદ્રને પણ પરાજય કરનાર નરસુંદર નામે રાજા હતો. તેને પુત્રાદિકથી પણ અત્યંત સનેહના પાત્રરૂપ હરિવર નામે ઉત્તમ ક્ષત્રિય બાળમિત્ર અને સેનાપતિ હતું. આ અવસરે ભેગપુર નામના નગરમાં ભેગરાજ નામે રાજા હતા. તે નરસુંદર રાજાને મામો થતા હતો. તે અત્યંત પ્રીતિનું પાત્ર અને સ્વજનમાં અગ્રેસર હતો. એકદા સૂરપુર નામના નગરના બળવાન શૂરપાળ રાજાએ સૈન્ય સહિત ભગપુરમાં જઈ તે અહંકારી ભેગરાજને યુદ્ધ કરવા બોલાવ્યું, ત્યારે તે ભેગરાજે સિન્ય સહિત બહાર નીકળી ચિરકાળ સુધી યુદ્ધ કર્યું, પરંતુ છેવટ અલ્પ સિન્યને લીધે તે હાર્યો, તેથી તે સૈન્ય સહિત. પિતાના નગરમાં પેસી ગયે, અને પિતાના રક્ષણ માટે અત્યંત બળવાન એવા પિતાના ભાણેજ નરસુંદર રાજાને તેણે પ્રધાન દ્વારા ગુપ્ત રીતે લાવ્યા. ત્યારે ધીર અને વીર પુરૂષામાં અગ્રેસર એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust